સુશાંત કેસમાં CBIનું પ્રથમ પગલુ : સુશાંતના કુકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ; CBIની બીજી ટીમ બાંદ્રા DCP ઓફિસ પહોંચી

0
5

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરવા મુંબઈ પહોંચેલી CBIએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. CBIની એક ટીમ બાંદ્રા DCPની ઓફિસ પહોંચી છે. આ પહેલા CBIએ સુશાંતના કુક નીરજને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ લીધો છે. CBI અધિકારી જે ગેસ્ટ હાઉસમાં રોકાયા છે, ત્યાં જ તપાસ એજન્સીની એક ટીમ નીરજ સાથે પૂછપરછ કરી રહી છે. સુશાંતના મૃત્યુ પહેલા નીરજે તેમને જ્યુસ આપ્યો હતો.

EDની તરફથી કરવામાં આવી રહેલી મની લોન્ડરિંગની તપાસને પણ CBI ધ્યાનમાં રાખશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, CBIની ટીમને 3-3 ભાગમાં વહેંચી દેવાઈ છે.

પહેલી ટીમઃ તમામ દસ્તાવેજ જેવા કે, કેસ ડાયરી, ક્રાઈમ સીનના ફોટોગ્રાફ, ઓટોપ્સી રિપોર્ટ, મુંબઈ પોલીસનો ફોરન્સિક રિપોર્ટ, પોસ્ટમાર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનોની કોપી ભેગા કરવાની જવાબદારી લેશે.

બીજી ટીમઃ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સાથે જોડાયેલા લોકો, સુશાંતના પૂર્વ મેનેજર, તેમના ઘરે કામ કરનારા લોકોની પૂછપરછ કરશે. સુશાંતના મૃત્યુના દિવસે હાજર તમામ લોકોના પણ નિવેદન ફરીથી લેશે.

ત્રીજી ટીમઃ પ્રોફેશનલ દુશ્મનાવટના એન્ગલથી પણ તપાસ કરાશે. બોલીવુડના જાણીતા લોકો અને સુશાંતની બોડીનું પોસ્ટમાર્ટમ કરનારા ડોક્ટર્સની પણ પૂછપરછ કરાશે. સીન ઓફ ક્રાઈમને રિ-ક્રિએટ કરવાની જવાબદારી પણ આ ટીમની રહેશે.
CBIની તપાસ બિહાર પોલીસની FIRના આધારે થશે. એ FIRમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા, છેતરપિંડી અને કાવતરું ઘડવાની કલમ હેઠળ કેસ નોંધાયો હતો.

CBI આ 6 પોઈન્ટ્સના આધારે તપાસ કરશે

1. સુશાંત સિંહ રાજપૂતનું મોત આત્મહત્યા છે કે મર્ડર? કારણ શું હશે?

2. શું સુશાંતની મોતમાં રિયા, તેનો પરિવાર, બોલિવૂડથી જોડાયેલા લોકો અને સુશાંતના ઘરે કામ કરનાર લોકોની કોઈ ભૂમિકા છે?

3. પૈસાની લેણ-દેણ, કમાણી અને સુશાંતના પિતાએ જે આરોપ લગાવ્યો છે તે વિશે તપાસ કરાશે.

4. સુશાંતની બિમારી, ડિપ્રેશનની થિયરી અને ડોક્ટર્સની દવાની તપાસ કરવામાં આવશે. સુશાંતના પિતાએ ડોક્ટર્સ ઉપર પણ શંકા વ્યક્ત કરી છે.

5. પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરવી અને ફોરેન્સિક રિપોર્ટ સાથે તેને મેચ કરવો.

6. કોલ ડિટેલ્સની તપાસ અને ઈલેક્ટ્રોનિકલ્સ પુરાવાના આધારે આ કેસમાં ઉંડાણ સુધી જવાનો પ્રયત્ન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here