CBSE બોર્ડે 21મીએ માતૃભાષા દિન ઊજવવા પરિપત્ર કર્યો, ગુજરાત બોર્ડનું આયોજન હજુ કાગળ પર જ છે

0
33

અમદાવાદ: 21 ફેબ્રુઆરી વિશ્વમાં ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે ઉજવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ તેને સંલગ્ન તમામ સ્કૂલોને આ દિવસને માતૃભાષા દિન તરીકે ઉજવવાની તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સૂચના આપી છે. શહેરની ઘણી સ્કૂલોમાં તૈયારી શરૂ થઇ ગઇ છે તો ઘણી સ્કૂલોમાં પ્રક્ટિકલ પરીક્ષા બાદ પ્રવૃત્તિ નક્કી કરાશે. જ્યારે ગુજરાત બોર્ડનું આયોજન હજુ કાગળ પર છે.

વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા પત્ર પોતપોતાની ભાષામાં ક્લાસ સમક્ષ વાંચશે

દરેક ભાષા એક કલ્ચર સાથે જોડાયેલા હોય છે. બાળકો આ કલ્ચર અને ભાષાને સારી સમજી શકે અને દુનિયાની વિવિધતા વિશે જાણે તે આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય છે. સરક્યુલરમાં જણાવાયું છે કે સ્કૂલો વિદ્યાર્થીઓ વચ્ચે ડિબેટ કરાવી શકે છે, ગાયન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નાટક, એક્ઝિબિશન જેવી પ્રવૃત્તિનું આયોજન કરી શકે છે. સીબીએસસી સ્કૂલોમાં વિવિધ ભાષાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી દરેક વિદ્યાર્થી પોતાની માતૃભાષા બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરે તેવી પ્રવૃત્તિ હાથ ધરાશે. ઝેબર સ્કૂલના પ્રિન્સિપાલ સર્મિષ્ઠા સિંહાએ જણાવ્યું કે, અમારી સ્કૂલમાં 10 માતૃભાષાના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા પત્ર પોતપોતાની ભાષામાં ક્લાસ સમક્ષ વાંચશે જેથી વિદ્યાર્થીઓને અન્ય ભાષાના શબ્દોની સમજ મળશે.

ગુજરાત બોર્ડે હજુ સુધી તૈયારી કરી નથી

ગુજરાતી સ્કૂલોમાં પણ માતૃભાષા દિવસની ઉજવણી કરાશે. ટૂંક સમયમાં આ દિવસ દરમિયાન કરવાની વિવિધ પ્રવૃત્તિને લઇને એક સરક્યુલર દરેક સ્કૂલોને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઇઆરટી) દ્વારા કરાશે. પરંતુ અત્યાર સુધી ઉજવણીને લઇને કોઇ તૈયારી કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here