Wednesday, September 29, 2021
HomeCBSE 10th રિઝલ્ટ : આજે બપોરે 12 વાગે 10માનું રિઝલ્ટ જાહેર થશે
Array

CBSE 10th રિઝલ્ટ : આજે બપોરે 12 વાગે 10માનું રિઝલ્ટ જાહેર થશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) આજે એટલે કે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. બોર્ડ બપોરે 12 વાગે 10માનું પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર 10માનું પરિણામ જોઈ શકશે.

આ વર્ષે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે

10માનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે કોરોનાના કારણે 10માની પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડે ઈન્ટર્નલ અસેસમેન્ટ સ્કિમ અંતર્ગત પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં આ વર્ષે પણ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરે. તેમજ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની પણ તક આપવામાં આવશે.

અહીં જોવું પરિણામ

વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને SMS દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકશે. તેના માટે તેમને પહેલા ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ અહીં રહેલા ઓપ્શનમાં CBSE સિલેક્ટ કરીને લોગિન કરવું. લોગિન કરતાં જ પરિણામ ઓપન થઈ જશે.

SMS દ્વારા આ રીતે પરિણામ જોવું

તે સિવાય વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનું 10માનું પરિણામ જોઈ શકશે. તેના માટે વિદ્યાર્થીઓને CBSE10 < ROLLNUMBER > < ADMITCARDID > ટાઈપ કરીને 7738299899 નંબર પર મેસેજ કરવો પડશે. ત્યારબાદ તમે પરિણામ જોઈ શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments