Friday, September 17, 2021
HomeCBSE 2021 : ધોરણ 10નું પરિણામ આજે જાહેર નહીં થાય
Array

CBSE 2021 : ધોરણ 10નું પરિણામ આજે જાહેર નહીં થાય

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10નું પરિણામ આજે જાહેર નહીં કરે. આ વિશે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, ધોરણ 10નું રિઝલ્ટ સોમવારે જાહેર કરવામાં નહીં આવે. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે, CBSE આજે એટલે કે સોમવારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરી શકે છે.

આની પહેલાં બોર્ડના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જાણકારી આપી હતી કે, અમે ધોરણ 10નું રિઝલ્ટ આ અઠવાડિયે જાહેર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, તેમણે રિઝલ્ટ જાહેર કરવાની કોઈ તારીખ કે નક્કી સમય જણાવ્યો નહોતો.

આ વર્ષે પણ મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય
ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ વર્ષે કોરોનાને લીધે ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી હતી. એ પછી બોર્ડે ઇન્ટરનલ અસેસમેન્ટ સ્કીમ હેઠળ રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે પણ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરે. રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક મળશે.

આ રીતે રિઝલ્ટ ચેક કરી શકાશે
વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને SMS દ્વારા પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ માટે તેમણે ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ થઈ જશે. એ પછી તેમાં હાજર ઓપ્શન CBSE સિલેક્ટ કરીને લોગિન કરો. લોગિન કરતાની સાથે જ રિઝલ્ટ ઓપન થઈ જશે.

SMSથી પણ રિઝલ્ટ ખબર પડી જશે
ઉમંગ એપ સિવાય વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ ધોરણ 10નું પરિણામ ચેક કરી શકશે. આ માટે સ્ટુડન્ટે CBSE10 < ROLLNUMBER > < ADMITCARDID > ટાઈપ કરીને 7738299899 પર મોકલવું. એ પછી તમને રિઝલ્ટ ખબર પડી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments