CBSE ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ છે. ધો 12 CBSE પરીક્ષા 87.98 % પરિણામ આવ્યું છે. CBSE ની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે એકંદરે પાસની ટકાવારી 87.98% હતી. બોર્ડના જણાવ્યા અનુસાર આ વર્ષે છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 6.40 ટકા સારું રહ્યું છે.
છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 છે. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા હતી. છોકરાઓ કરતાં 6.40 ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે. ત્રિવેન્દ્રમ દેશભરમાં મોખરે છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે. દિલ્હી પશ્ચિમની પાસ ટકાવારી 95.64 ટકા રહી છે.મહત્વનું છે કે CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 16,21,224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.
મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. જ્યારે વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે.