CBSEએ ધો.12નું રિઝલ્ટ જાહેર કર્યું : સૌથી વધુ તિરુવનંતપુરમમાં 97.67% વિદ્યાર્થીઓ પાસ, આ વખતે મેરિટ લિસ્ટ બનશે નહિ, માર્કશીટ ડિજિલોકરમાં મળશે

0
0

નવી દિલ્હી. સેન્ટ્રલ બોર્ડ ઓપ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ સોમવારે બપોરે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કર્યું છે. પોતાના પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ હવે ઓફિશિયલ વેબસાઈટ  cbse.nic.in પર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ ઉમંગ એપ દ્વારા પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. બોર્ડે અધિકારિક રિઝલ્ટ જાહેર કરતા પહેલા કોઈ માહિતી આપી ન હતી. ગત વર્ષે રિઝલ્ટ 2 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે કોરોનાના કારણે આપવામાં આવેલા લોકડાઉનને કારણે રિઝલ્ટ જાહેર કરવામાં વિલંબ થયો છે.

કોર્ટના નિર્ણય પછી 15 જુલાઈ સુધી રિઝલ્ટ

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી CBSEએ 1થી 15 જુલાઈ સુધી થનારી 10મા અને 12માં ધોરણની બાકીની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને એસેસમેન્ટ સ્કીમના આધારે રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ પરિક્ષાઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 10માં અને 12માં ધોરણના પરિણામ 15 જુલાઈ સુધી જાહેર કરી દેવા. ત્યારપછી CBSE બોર્ડે તેમની તૈયારીઓ વધારી દીધી છે.

આ વેબસાઈટ પર જોવો રિઝલ્ટ

http://cbseresults.nic.in और http://results.gov.in

ઉમંગ એપ પર જુઓ રિઝલ્ટ

સ્ટૂડન્ટ્સ સાઈટ સિવાય ‘ઉમંગ’ મોબાઈલ પ્લેટફર્મની મદદથી પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકાય છે. આ મોબાઈલ પ્લેટફર્મ, એન્ડ્રોઈડ, ios અને વિન્ડોઝ આધારિત સ્માર્ટ ફોન્સ એપ્લિકેશન છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

ડિજિટલ હશે માર્કશીટ

આ વિદ્યાર્થીઓને ડિજિટલ લોકર દ્વારા માર્કશીટ આપવામાં આવશે. ડિજિટલ લોકરમાંથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેને digilocker.gov.inમાંથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડ તરફથી સ્ટુડન્ટ્સને ડિજિલોકર ક્રેડેન્શિયલ્સ એસએમએસ દ્વારા આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરીને તેઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here