Tuesday, September 28, 2021
HomeCBSE પરીક્ષા પેટર્ન : બોર્ડે ધોરણ 9થી 12 સુધીની પરીક્ષા પેટર્નમાં ફેરફાર...
Array

CBSE પરીક્ષા પેટર્ન : બોર્ડે ધોરણ 9થી 12 સુધીની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સેશન 2021-22થી ધોરણ 9થી 12 સુધીની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો છે. હવે ધોરણ 9થી 12મા ધોરણની પરીક્ષામાં કોમ્પિટિશન બેસ્ડ સવાલ પણ પૂછવામાં આવશે. CBSEના જણાવ્યા પ્રમાણે, કોમ્પિટિશન બેસ્ડ એજ્યુકેશનની તરફ વધતા સેશન 2021-22થી પ્રશ્ન પત્રમાં પ્રશ્નોની સંખ્યા અને મૂલ્યાંકન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

​​​​​​​ટૂંકા અને લાંબા પ્રશ્નોની સંખ્યામાં ઘટાડો

ધોરણ 9 અને ધોરણ 10ના પ્રશ્ન પેપરમાં આ પ્રશ્નોની સંખ્યા 30 ટકા હશે. તેમાં મલ્ટીપલ ચોઈસ, કેસ આધારિસ, સોર્સ બેસ્ડ, એકીકૃત અને અન્ય પ્રકારના સવાલ સામેલ હશે. જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં પ્રશ્નોની સંખ્યા 20 ટકા હશે. 9થી 12 સુધીના પ્રશ્ન પત્રમાં ટૂંકા અને લાંબા પ્રશ્નોની સંખ્યાને ઘટાડવામાં આવી છે. ​​​​​​​

ધોરણ 9 અને 10ની પરીક્ષા પેટર્ન

હવે ધોરણ 9 અને 10ના પ્રશ્ન પત્રમાં 30 ટકા મલ્ટીપલ ચોઈસ, કેસ સ્ટડી અને સોર્સ આધારિત પ્રશ્ન હશે. અગાઉ 20 ટકા સવાલ મલ્ટીપલ ચોઈસ અને પ્રેક્ટિકલના આધારે હતા. તેમજ 20 ટકા સવાલ કેસ સ્ટડી અને સોર્સ આધારિત હતા, જેમાંથી હવે 20 ટકા સવાલ ઓબ્જેક્ટિવ હશે. તે સિવાય 60 ટકા સવાલ ટૂંકા જવાબોના હતા, પરંતુ હવે 50 ટકા સવાલ ટૂંકા પ્રશ્નો હશે.​​​​​​​

ધોરણ 11-12ની પરીક્ષા પેટર્ન

ધોરણ 11-12માં 20 ટકા સવાલ મલ્ટીપલ ચોઈસ અને ઓબ્જેક્ટિવ હતા, જેમાં હવે 20 ટકા સવાલ મલ્ટીપલ ચોઈસ, કેસ સ્ટડી અને સોર્સ આધારિત હશે. જ્યારે 20 ટકા સવાલ ઓબ્જેક્ટિવ હશે. તે ઉપરાંત 70 ટકા સવાલ ટૂંકા પ્રશ્નોના હશે, જે હવે 60 ટકા પ્રશ્નો ટૂંકા જવાબના હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments