CBSE : રિઝલ્ટ તૈયાર કરવા માટે ‘કોમ્પ્રિહેન્સિવ રિઝલ્ટ ટેબ્યુલેશન પોર્ટલ શરૂ કર્યું

0
0

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 12મા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા માટે ‘કોમ્પ્રિહેન્સિવ રિઝલ્ટ ટેબ્યુલેશન પોર્ટલ ફોર ક્લાસ XII’ શરૂ કર્યું હોવાની જાહેરાત કરી છે. આ પોર્ટલ દ્વારા સ્કૂલોએ CBSE દ્વારા નક્કી કરાયેલા ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા માટે માગવામાં આવેલા વિવિધ વર્ગ અને પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવાના રહેશે. અગાઉ બોર્ડ દ્વારા 12મા ધોરણના રિઝલ્ટ માટે માર્કિંગ ફોર્મ્યૂલા પણ જાહેર કરવામાં આવી હતી.

સ્કૂલ માર્ક્સ અને ઇન્ફોર્મેશન અપલોડ કરશે
CBSE ટેબ્યુલેશન પોર્ટલ અંગે જાહેર કરવામાં આવેલી અપડેટ મુજબ, શાળાઓએ બોર્ડ દ્વારા નક્કી કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે, વિદ્યાર્થીઓના ઇન્ટરનલ ગ્રેડ્સ, પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ્સ/ઇન્ટરનલ અસેસમેન્ટના માર્ક્સ, ધોરણ 12નું ડેટા વેરિફિકેશન, ધોરણ 11 અને 12ના થિયરી માર્ક્સની ડેટા એન્ટ્રી અને 11મા અને 12મા ધોરણના થિયરી માર્ક્સનું ચેકિંગ અને મોડરેશન માટે 12મા ધોરણની કમ્પ્લિટ ટેબ્યુલેશન શીટ અપલોડ કરવાની રહેશે.

વિદ્યાર્થીઓને વિષય મુજબ માર્ક્સ મળશે
વિદ્યાર્થીઓને વિષય મુજબ માર્ક્સ મળશે

સબ્જેક્ટ પ્રમાણે માર્ક્સ આપવામાં આવશે
CBSEના જણાવ્યા મુજબ, શાળાઓ પાસેથી તમામ માર્ક્સ અને માહિતી મેળવ્યા બાદ પોર્ટલ પર શાળાની સંપૂર્ણ ટેબ્યુલેશન શીટ ડિસ્પ્લે કરવામાં આવશે, જેમાં વિષય મુજબના ગુણ અને સ્કૂલના જણાવ્યા અનુસાર માર્કસના મોડરેશનની માહિતી જોવા મળશે. CBSEના જણાવ્યા અનુસાર, બોર્ડનું આ ટેબ્યુલેશન પોર્ટલથી વિવિધ સ્કૂલના રિઝલ્ટ તૈયાર કરવાના પ્રયાસમાં ઘણી મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here