CBSE ધોરણ-12ની બોર્ડ એક્ઝામ : ફક્ત મહત્વના વિષયની જ પરીક્ષા યોજાય તેવી શક્યતાં

0
3

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-12માં મુખ્ય વિષયો એટલે કે મેજર સબ્જેક્ટ્સની પરીક્ષા લેવા અંગે વિચારણા કરી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મહામારીને જોતા નિર્ણય લેવામાં આવી શકે છે કે ધોરણ-12માં મહત્વના વિષયોની જ પરીક્ષા યોજાય અને અન્ય વિષયોના માર્કિંગ માટે અન્ય ફોર્મ્યુલા અપનાવવામાં આવે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યુ છે કે જે વિદ્યાર્થી કોરોનાને લીધે એક્ઝામ આપી શકે તેમ ન હોય તેને વધુ એક તક આપવામાં આવવી જોઈએ.

સરકારે કોરોનાની બીજી લહેરને લીધે ધોરણ-12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિક પ્રદેશના મંત્રીઓ તથા અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-12ની એક્ઝામ તથા પ્રોફેશનલ્સ એજ્યુકેશનની એન્ટ્રન્સ ટેસ્ટ અંગે નિર્ણય લઈ શકે છે. બેઠકમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રકાશ જાવડેકરે પણ ભાગ લેશે.

ધોરણ-12 માટે 174 વિષયો આ પૈકી 20 વિષય મહત્વના

CBSE ધોરણ-12માં 174 વિષયનો અભ્યાસ કરાવે છે. આ પૈકી 20 વિષય મેજર સબ્જેક્ટ એટલે કે મહત્વના વિષયો માનવામાં આવે છે. તેમા ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટીક્સ, બાયોલોજી, હિસ્ટ્રી, પોલિટીકલ સાયન્સ, બિઝનેસ સ્ટડીઝ, અકાઉન્ટન્સી, જિયોગ્રાફી, ઈકોનોમીક્સ અને ઈગ્લિશનો સમાવેશ થાય છે. CBSEનો કોઈ પણ વિદ્યાર્થી ઓછામાં ઓછા 5 અને મહત્તમ 6 વિષય લઈ શકે છે. સામાન્ય રીતે આ પૈકી 4 મેજર સબ્જેક્ટ્સ હોય છે.

એક્ઝામને લઈ CBSE પાસે 2 વિકલ્પ…

CBSE એક્ઝામ માટે 2 પદ્ધતિ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે

પહેલો વિકલ્પ…

ફક્ત મેજર સબ્જેક્ટની પરીક્ષા નિયત કેન્દ્રો પર યોજવામાં આવી શકે છે. આ પરીક્ષાના નંબર્સનો આધાર બનાવી માઈનર સબ્જેક્ટમાં પણ નંબર આપી શકાય છે. આ વિકલ્પ અંતર્ગત પરીક્ષા યોજવા માટે પ્રી-એક્ઝામ માટે 1 મહિના, એક્ઝામ અને રિઝલ્ટ ડિક્લેર કરવા માટે 2 મહિના અને કમ્પાર્ટમેન્ટ એક્ઝામ માટે 45 દિવસનો સમય હોવો જોઈએ. એટલે કે આ વિકલ્પોને ત્યારે જ અપનાવી શકાય છે કે જ્યારે CBSE બોર્ડ પાસે 3 મહિનાની વિન્ડો હોય.

બીજા વિકલ્પ…

અન્ય વિકલ્પોમાં તમામ વિષયોની એક્ઝામ માટે ડોઢ કલાક (90 મિનિટ)નો સમય નક્કી કરવાનું સૂચન કરાયું છે. આ સાથે જ પેપરમાં ફક્ત ઓબ્જેક્ટિવ અથવા ટૂંકા પ્રશ્નો પૂછવાની સલાહ આપવામાં આવી છે. આ અંતર્ગત 45 દિવસમાં જ એક્ઝામ યોજવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે ધોરણ-12ના બાળકોના મેજર સબ્જેક્ટની પરીક્ષા તેમની જ શાળામાં લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા બમણી કરવામાં આવશે.

ઈલેક્ટિવ સબ્જેક્ટના વધુ 3 ભાષાનું એક પેપર

સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ-12ની પરીક્ષામાં એક પેપર ભાષા સંબંધિત અને 3 પેપર ઈલેક્ટિવ સબ્જેક્ટનું રાખવામાં આવશે. 5મા અને 6ઠ્ઠા સબ્જેક્ટનો નંબર ઈલેક્ટિવ સબ્જેક્ટમાં મળેલા નંબરના આધાર પર જોવા મળશે. જો બોર્ડ અન્ય વિકલ્પોની પસંદગી કરે છે તો 2 તબક્કામાં પરીક્ષા યોજવામાં આવી શકે છે.

કોરોનાના સંજોગોમાં પરીક્ષા ન આપી શકવાના સંજોગોમાં વધુ એક તક

જે કેન્દ્રો પર કોરોના મહામારીની સ્થિતિ વધારે ખરાબ નથી ત્યાં પહેલા તબક્કામાં પરીક્ષા યોજવામાં આવી શકે છે. બાકીના વિસ્તારોમાં બીજા તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે. બન્ને તબક્કા વચ્ચે 14 દિવસનું અંતર રહેવું જોઈએ. જો કોરોના સંક્રમણને લીધે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તેમ નથી તો તેને વધુ એક તક અપવામાં આવવી જોઈએ.

રાજ્યો સાથે એક્સઝામ અંગે ચર્ચા

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શનિવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને લગતા નિર્ણયો તમામ રાજ્ય સરકારો તરફથી સલાહ લીધા બાદ કરવા કહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ યોજાનારી વર્ચ્યુઅલ મીટિંગ રવિવારે સવારે 11:30 વાગે યોજાશે. શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા મારફતે એક્ઝામ અંગે પ્રજા પાસેથી પણ સૂચન મંગાવ્યું છે.

રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશને લખેલા પત્રમાં શિક્ષણ મંત્રી પોખરિયાલે કહ્યું કે CBSE વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષાના વિકલ્પો અંગે વિચાર કરી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાની તારીખો નક્કી કરવા માટે વિચારણા કરી રહી છે. જોકે CBSEએ પરીક્ષા મોકૂફ રાખી તે સમયે કહ્યું હતું કે હવે નવી તારીખો અંગે 1લી જૂન બાદ વિચાર કરવામાં આવશે.

મધ્ય પ્રદેશે જૂનમાં એક્ઝામનું સૂચન આપ્યું

મધ્ય પ્રદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને લીધે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ એક્ઝામ જૂન મહિનામાં યોજવાની દરખાસ્ત મોકલી છે. આ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની મંજૂરી મળવાની બાકી છે. ધોરણ-10ની પરીક્ષા 30 એપ્રિલ અને ધોરણ-12ની પરીક્ષા એક મેના રોજ શરૂ થવાની હતી. જ્યારે રાજસ્થાન સરકારે રાજ્યમાં લોકડાઉન બાદ ધોરણ-10 અને ધોરણ-12ની એક્ઝામ અંગે કોઈ નિર્ણય લેશે. ઉત્તર પ્રદેશ સરકારે પણ જૂનમાં ધોરણ-12ની એક્ઝામ યોજવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here