Friday, September 17, 2021
HomeCBSE ધોરણ 12નું રિઝલ્ટ : આજે બપોરે 2 વાગે ધોરણ 12 બોર્ડનું...
Array

CBSE ધોરણ 12નું રિઝલ્ટ : આજે બપોરે 2 વાગે ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ જાહેર કરશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે બપોરે 2 વાગે ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ જાહેર કરશે, સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

રિઝલ્ટ આ રીતે તૈયાર કર્યું
બોર્ડે નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે, આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30:30:40 ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. માર્કિંગ સ્કીમ પ્રમાણે, ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય, તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ સિલેક્ટ કરવામાં આવશે. ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ એક્ઝામમાં મળેલા માર્ક્સને આધારે રિઝલ્ટ તૈયાર થશે.

30:30:40 ફોર્મ્યુલા શું છે?
CBSEએ બનાવેલી પેનલે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરી છે. આ હેઠળ ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવશે. CBSEએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

  • સૌપ્રથમ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાઓ.
  • અહીં હોમપેજ પર ધોરણ 12 માટે CBSE Results 2021 લિંક પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ખૂલતા કેન્ડિડેટ્સે લોગિન કરો.
  • લોગિન કરતાની સાથે જ ડિસ્પ્લે પર રિઝલ્ટ આવી જશે.
  • રિઝલ્ટ જોયા પછી ડાઉનલોડ કરી હાર્ડ કોપી સાચવવી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments