CBSE : સુવિધાઓના અભાવને કારણે વિકલાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવાનો વિકલ્પ મળશે, વૈકલ્પિક મૂલ્યાંકનના આધારે રિઝલ્ટ અપાશે

0
8

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સની કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને દસમા-બારમા ધોરણની બાકીની પરીક્ષાઓમાં ભાગ ન લેવાનો વિકલ્પ આપ્યો છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં લખવા માટે સહાયકની જરૂર હશે . આવી સ્થિતિમાં, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ બનશે. આને ધ્યાનમાં રાખીને CBSEએ કહ્યું કે આવા વિદ્યાર્થીઓનું પરિણામ વૈકલ્પિક મૂલ્યાંકન યોજનાના આધારે જાહેર કરવામાં આવશે.

વિકલાંગો કેલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકશે

આ અંગે બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જો આવા વિદ્યાર્થીઓને લખવા માટે સહાયક ઉપલબ્ધ ન હોય અને તેઓ આવનારી પરીક્ષામાં હાજર થવા માગતા ન હોય તો તેઓ આ અંગે તેમની શાળાઓને જણાવી શકે છે. ત્યારબાદ વૈકલ્પિક મૂલ્યાંકન યોજના અનુસાર તેમના પરિણામનો નિર્ણય લેવામાં આવશે. તેમણે અન્ય માહિતી આપતાં એમ પણ જણાવ્યું કે, વધારાના સમય, રાઇટર અથવા રીડર, કમ્પ્યૂટર અથવા લેપટોપ (ઇન્ટરનેટ વગર) સાથે જ વિકલાંગ બાળકોને આ વર્ષે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ કેટેગરી હેઠળ દૃષ્ટિહીન, મસ્કુલર, ડિસ્ટ્રોફી, લોકોમીટર ઇમ્પેર્ડ વગેરે સામેલ છે. આ વર્ષે એવા ઉમેદવારોની સંખ્યા દસમા ધોરણમાં 6,844 અને 12મા ધોરણમાં 3,718 છે.

1થી 15 જુલાઈ વચ્ચે પરીક્ષા યોજાશે

દેશભરમાં કોરોના વાઇરસના વધતા પ્રસારને કારણે 24 માર્ચથી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આ ઉપરાંત, તમામ રાજ્યોની બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. આ જ ક્રમમાં CBSEએ તેની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી હતી, પણ આ પરીક્ષાઓ હવે દેશભરમાં 1 થી 15 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. 12મા ધોરણ માટે ફક્ત 29 આવશ્યક વિષયોની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષા ફક્ત ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here