Sunday, November 28, 2021
HomeCCTV : અમદાવાદના અમરાઈવાડીમાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, માલિક પર છરીથી હુમલો
Array

CCTV : અમદાવાદના અમરાઈવાડીમાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ, માલિક પર છરીથી હુમલો

અમદાવાદ: સમગ્ર ગુજરાત જ્યારે હાઈએલર્ટ પર છે ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા અમૃત જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો. બે શખ્સોએ જ્વેલર્સના માલિક પર છરીથી હુમલો કરીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

જ્વેલર્સના માલિકે લોહીલુહાણ હાલતમાં પણ સામનો કર્યો

અમરાઈવાડીના અમૃત જ્વેલર્સમાં દુકાનદાર પર હુમલો કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બપોરના સમયે બે શખ્સો જ્વેલર્સમાં બેઠા હતા અને અચાનક જ તેઓ ઉભા થઈને જ્વેલર્સને છરી બતાવે છે અને બાદમાં તેના પર હુમલો કરે છે. દુકાનદાર લોહીલુહાણ હાલતમાં પણ સાહસ બતાવી બંને શખ્સોનો સામનો કર્યો હતો.

દુકાનદાર હાલ સારવાર હેઠળ

અજાણ્યા શખ્સોએ હુમલો કરતા છરી દુકાનદારના હાથમાં ઘુસી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેને હાથના ભાગે ટાંકા લેવાયા છે. અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments