સેલેબ લાઈફ : અરબાઝે કહ્યું, મલાઈકાથી અલગ થયો એનો અર્થ એવો નહીં કે અમે એકબીજાને નફરત કરીએ

0
22

મુંબઈઃ એક સમયે બોલિવૂડના પાવર કપલ કહેવાતા અરબાઝ ખાન તથા મલાઈકા અરોરા હવે અલગ થઈ ગયા છે. ડિવોર્સ બાદ બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંનેને એક દીકરો છે અને અલગ હોવા છતાંય તેને પૂરતો સમય આપે છે. હાલમાં જ અરબાઝ ખાને મલાઈકા અરોરાને લઈ વાત કરી હતી.

શું કહ્યું અરબાઝે?

1. એકબીજાને માન આપે છે

અરબાઝે કહ્યું હતું કે ડિવોર્સ બાદ પણ તેના સંબંધો મલાઈકા સાથે સારા છે. તેઓ ઘણાં વર્ષો સુધી સાથે રહ્યાં હતાં અને તેમની વચ્ચે ઘણી જ સારી યાદો છે. તેમને એક દીકરો પણ છે. આથી જ તેઓ એકબીજાને માન આપે છે. તેમની વચ્ચે એવું કંઈક હતું, જેને કારણે તેઓ સાથે રહી શકે તેમ નહોતાં, જેથી તેઓ અલગ થઈ ગયા.

2. એકબીજાને નફરત કરતાં નથી

અરબાઝે આગળ કહ્યું હતું કે અલગ થયા એનો અર્થ એવો નથી કે તેઓ એકબીજાને નફરત કરવા લાગે. તેઓ પરિપક્વ છે. તેઓ એકબીજાને સન્માન તથા માન આપીને સંબંધ રાખી રહ્યાં છે. તેના મલાઈકાના પરિવાર સાથે પણ સારા સંબંધો છે.

3. 2017માં અલગ થયા

મલાઈકા તથા અરબાઝે 1998માં લગ્ન કર્યાં હતાં અને બંને 2017માં અલગ થયા હતાં. ડિવોર્સ થયા બાદ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરે છે, તો અરબાઝ ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એડ્રિયાનીને ડેટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here