સેલેબ લાઈફ : અવિકા ગોર સાથે સિક્રેટ ચાઈલ્ડને લઈને મનીષ રાયસિંઘે ચુપ્પી તોડી

0
0

થોડા દિવસો પહેલા ‘બાલિકાવધૂ’ ફેમ અવિકા ગોરે પોતાના અને કો-સ્ટાર મનીષ રાયસિંઘનના સંબંધને લઈને ચુપ્પી તોડી હતી. હવે મનીષે પણ સિક્રેટ ચાઈલ્ડના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. મનીષે કહ્યું કે, મારા લગ્નને એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે અને અવિકા પણ મિલિંદ ચાંદવાણીની સાથે રિલેશનશિપમાં છે.

બે લોકો કેમ સારા મિત્રો ન હોઈ શકે
મનીષે કહ્યું- આ અફવાઓ પર હું અને મારી પત્ની સંગીતા હસીએ છીએ. મેં અવિકા સાથેની મારી મિત્રતા પર અત્યાર સુધીની સૌથી ખરાબ વાત સાંભળી છે. શું બે લોકો સારા મિત્રો ન હોઈ શકે? શું તેઓ રિલેશનશિપમાં હોય તે જરૂરી છે? એ પણ સાચું છે કે હું તેના કરતા 18 વર્ષ મોટો છું.

મનીષે આગળ જણાવ્યું કે, તે મિલિંદ ચાંદવાણીની સાથે રિલેશનશિપમાં ખુશ છે, અને જૂન 2020માં મારા લગ્નને પણ 1 વર્ષ થઈ ગયું છે. અવિકાએ નવેમ્બર 2020માં મિલિંદ સાથે રિલેશનશિપમાં હોવાની વાત જાહેર કરી હતી.

મારા પપ્પા કરતાં તે થોડોક જ નાનો છે
અવિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે મારા કરતાં ઉંમરમાં 18 વર્ષ મોટો છે. મેં તેની પાસેથી ઘણું શીખ્યું છે. મેં જોયું છે કે અંદરથી આજે પણ એક તે એક બાળક જેવો છે. આજે પણ જ્યારે લોકો મને પૂછે છે કે શું મારી તથા તેની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે તો હું એમ જ કહેતી કે યાર, મારા પપ્પા કરતાં તે થોડોક જ નાનો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here