ગાંધીનગર : ગલુદણ પાટીયા પાસે આવેલી ક્રીએટીવ ઈંટરનેશન સ્કુલમાં એન્યુઅલ ફંકશનની ઉજવણી

0
70

ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાટીયા પાસે આવેલી ક્રીએટીવ ઈંટરનેશનલ સ્કુલમા વાર્ષિક એન્યુઅલ ડેની શાનદાર રીતે ઉજવણી રીતે કરવામા આવી અને આ કાર્યક્રમમા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાટીયા પાસે આવેલી ક્રીએટીવ ઈંટરનેશન સ્કુલમા વાર્ષિક એન્યુઅલ ડેની ઉજવણી કરવામા આવી હતી. તેમા આ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યોના  અને શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને આ સાથે આ શાળામા અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ જાતે વાનગી કઈ રીતના બનાવવી તેની આ શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે મળીને પ્રેકટીસ કરવામા આવી હતી અને વિદ્યાર્થીઓ જાતે વાનગી બનાવે તેવી માહિતી પુરી પાડવામા આવી હતી.

શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનોબળ ઉંચા આવે અને તેમનામા રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામા વિકાશનુ ઘડતર થાય અને શાળામાંથી મળતી પ્રેરણાઓ તેમના જીવન ઘડતરમા ઉપયોગી આવે તેના માટે શાળાના સંચાલકો દ્વારા નવતર પ્રયોગ કરવામા આવ્યો હતો.

તેમા વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે ડાંસ, કવાલી, વેશભુષા જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓએ આપ્યા હતા અને પોતાના વાલી સામે પોતાનુ બાળક કેવા કાર્યક્રમો આપે છે તેનુ વાલીઓને અનુભવ થવા પામ્યો હતો અને તેની સાથે સાથે આ શાળા સંકુલમા ૩૦ જેટલા ટેબલો ગોઠવીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામા આવી હતી તેમા વિદ્યાર્થીઓ ભાગ લઈને તેનુ વેચાણ પણ કર્યુ હતુ અને આ રીતે શાળામા વાનગી બનાવવાની પ્રક્રીયા હાથ ધરવામા આવતા વિદ્યાર્થીઓમાં આ વાનગી કઈ રીતે બને છે તેનુ જ્ઞાન પણ સંપાદીત થવા પામ્યુ હતુ.

બાઈટ : અંકીતાબેન, આચાર્ય

આ એન્યુઅલ ફંકંશન ડેની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓના  વાલીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા અને વિદ્યાર્થીઓની કાર્યશૈલીની કામગીરીને બીરદાવવામા આવી હતી અને પોતાનુ બાળક પોતાની સામે કેવા કાર્યક્રમો આપે છે તેની ઝલક જોઈને વાલીઓમા પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને આ કાર્યક્રમનુ સમગ્ર આયોજન શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકો ભેગા મળીને ખુબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ.

 

  • આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્ક્રુતીક પ્રોગ્રામો આપીને વાલીઓના દીલ જીતી લીધા હતા
  • વિદ્યાર્થીઓને બનાવેલી વાનગીનુ વિદ્યાર્થીઓ દ્વારા વેચાણ કરવામા આવ્યુ હતુ
  • આ પ્રસંગે મોટી સખ્યામા વાલીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા
  • અને આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિ બહાર આવે તેવા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ
  • આ કાર્યક્રમમા ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here