‘તિરંગા બિરયાની’ બનાવીને પરિવાર સાથે ઉજવો પ્રજાસત્તાક દિવસ

0
29

લાઇફસ્ટાઇલ ડેસ્ક : આજે આખો દેશ પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે ત્યારે ઘરમાં પણ દેશભક્તિનો માહોલ હોય છે. તો આપણે ભોજનમાં પણ દેશભક્તિનો રંગ નાંખીએ તો પરિવારને મઝા પડી જાય છે. તો આજે આપણે જોઇએ કે કઇ રીતે તિરંગા બિરયાની બનાવી શકાય.

સામગ્રી

3 કપ રાંધેલા ભાત કેસરી લેયર માટે
2 ચમચા તેલ
આખા મસાલા (જીરું, લવિંગ, તજ, તેજપાન, મરી)1/2 ચમચી વાટેલા આદુ લસણ મરચા
1 ડુંગળી ની પેસ્ટ
1 ટામેટા ની પેસ્ટ
1/2 ચમચી લાલ મરચું
1/4 ચમચી ગરમ મસાલો
સ્વાદાનુસાર નમક
2 ચમચા દહીં
ચપટી ઓરેન્જ રેડ કલર

લીલા લેયર માટે

2 ચમચા તેલ
1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
1/2 કપ પાલક ની પેસ્ટ (બાફી ને પેસ્ટ બનાવવી)
2 ચમચા દહીં
1/2 ચમચી લાલ મરચું
1/4 ચમચી ગરમ મસાલો
સ્વાદાનુસાર નમક
જીરા રાઈસ માટે:
2 ચમચા તેલ
1 ચમચી જીરું
આખા મસાલા (તજ ,લવિંગ, તેજપાન, મરી)
2 બારીક કાપેલા લીલા મરચા
લીલા ધાણા

તિરંગા બિરયાની બનાવવાની રીત જોઈએ

કેસરી લેયર માટે

તેલ ગરમ કરી,આખા મસાલા નાંખીને આદું મરચા લસણ નાખો.

ડુંગળીની પેસ્ટ નાંખી સાંતળો, જ્યારે થોડું ગોલ્ડન થાય ત્યારે ટામેટાની પેસ્ટ,

દહીં, કલર અને મસાલા નાખી મિક્સ કરો.

2 મિનિટ પછી 1 કપ ભાત નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

લીલા લેયર માટે

તેલ ગરમ કરી, તેમાં આદુ લસણ મરચા નાખી સાંતળો.

1 મિનિટ પછી પાલકની પેસ્ટ, દહીં અને મસાલા નાખી મિક્સ કરો.

2 મિનિટ પછી 1 કપ ભાત નાખી મિક્સ કરો.

જીરા રાઈસ માટે તેલ ગરમ કરી, જીરું,આખા મસાલા લીલા મરચા નાખી 1 કપ ભાત નાખી મિક્સ કરો. થોડી કોથમીર નાખી મિક્સ કરો.

એક માઈક્રોસેફ બાઉલમાં પહેલા લીલા ભાતનું લેયર બનાવી, તેના પર જીરા રાઈસનું લેયર બનાવો પછી તેના પર ઓરેન્જ ભાતનું લેયર બનાવી એક મિનિટ માઇક્રોવેવમાં મુકો. (માઇક્રોવેવમાં મુકવું મરજિયાત છે) ધીરેથી બાઉલને ઊંધું કરો એટલે તમને ત્રણ રંગ દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here