Saturday, September 18, 2021
Homeશાસનના પાંચ વર્ષની ઉજવણી : ઓગસ્ટમાં PM મોદી રાજ્યના 4.25 લાખ ગરીબ...
Array

શાસનના પાંચ વર્ષની ઉજવણી : ઓગસ્ટમાં PM મોદી રાજ્યના 4.25 લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ

ફાઈલ ફોટો - Divya Bhaskar

વડાપ્રધાન મોદી રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ 5 કિલો અનાજની કિટનું વિતરણ કરશે. તેઓ પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત 72 લાખ પરિવારોને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. તે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં 7 ઓગસ્ટે 3906 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે.

અમિત શાહ 3906 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ- ખાતમૂર્હત કરશે

દેશના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે. તેઓ વિકાસ દિવસે ‘‘વતનપ્રેમ’’ યોજનાનો શુભારંભ પણ કરાવવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. 382 કરોડના 25 હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇ.ના રૂ. 245 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થશે

રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂ. 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂ. 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.

અમદાવાદને 3 હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી

વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂપિયા 3 હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂ. 328 કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ. 100 કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂ. 38 કરોડની ચુકવણી થશે. આ દિવસે રાજ્યની 8 મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લામાં એક એમ કુલ 40 જેટલા કાર્યક્રમો યોજાશે.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આટલા કાર્યક્રમો યોજાશે…

1લી ઓગસ્ટે શિક્ષણના અદ્યતન સુવિધાયુકત શિક્ષણના લાભ-સહાય રૂ. 323 કરોડ

2જી ઓગસ્ટે 500 સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે

3જી ઓગસ્ટે રાજ્યના 4.25 લાખ ગરીબપરિવારોને અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે

4થી ઓગસ્ટે રાજ્યના 10 હજાર સખી મંડળોની 1 લાખ બહેનોને 100 કરોડ સહાય રાજ્ય સરકાર વગર વ્યાજે આપશે

5મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત 3025 ખેડૂતોને રૂ.5.18 કરોડનું સહાય વિતરણ

6ઠ્ઠી ઓગસ્ટ રાજ્યના પ૦ હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂંક પત્રો અપાશે

7મી ઓગસ્ટે ‘વિકાસ દિવસ’ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરીયર્સનું સન્માન કરાશે.

8મી ઓગસ્ટે અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. 5855 કરોડની રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ થશે.

૯મી ઓગસ્ટે ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments