Friday, March 29, 2024
Homeઉજવણી : સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, ગોંડલ રામજી મંદિરે ક્રિકેટર પૂજારાના ગુરૂના દર્શન...
Array

ઉજવણી : સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, ગોંડલ રામજી મંદિરે ક્રિકેટર પૂજારાના ગુરૂના દર્શન કરવા લાંબી લાઇનો લાગી

- Advertisement -

રાજકોટ: આજે ગુરૂપૂર્ણિમાનો તહેવાર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે. વહેલી સવારથી જ ભાવિકો પોતાના ગુરૂના દર્શન કરવા પહોંચી ગયા છે. ત્યારે ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ જે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ગુરૂ છે. ભાવિકો હરિચરણદાસ બાપુના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. દર્શન માટે લાંબી લાઇન લાગી હતી. રવિન્દ્ર જાડેજાના ગુરૂ લાલબાપુના દર્શન કરવા માટે ઉપલેટા નજીક ગધેથડ આશ્રમ ખાતે ભાવિકો ઉમટી પડ્યા છે. ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા પોતાના ગુરૂના દર્શન કરે તેવી શક્યતા છે.

દેશ-વિદેશથી ભક્તો આવ્યા

ગોંડલ રામજી મંદિરમાં ગઇકાલ રાતથી જ અખંડ રામધૂન કરવામાં આવી રહી છે. સવારે 6 વાગ્યે હરિચરણદાસજી મહારાજે પોતાના ગુરુ રણછોડદાસજી મહારાજનું પૂજન અર્ચન કર્યા બાદ હરિચરણદાસજી મહારાજે ભક્તજનોને દર્શન આપ્યા હતા. વહેલી સવારથી જ ગોંડલ રામજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશ-વિદેશથી આવેલા ભક્તોએ ગુરુદેવના પૂજા અર્ચન, ફુલહાર કરીને ગુરુદેવની આરતી ઉતારી હતી.

બગદાણા, ભવનાથમાં ઉજવણી

ભાવનગરના બગદાણામાં પણ બજરંગદાસ બાપાના મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ગુરૂની પૂજા કરી આશિર્વાદ લીધા હતા. તો કોઇએ પોતાના માતા-પિતાને જ ગુરૂ ગણી આશિર્વાદ લઇ દિવસની શરૂઆત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular