સુરત : ઓયો હોટલમાં યુવક સાથે નવા વર્ષની ઉજવણી કરી ભેદી સંજોગોમાં મોતને ભેટનાર યુવતીની આંખોનું દાન કરાયું

0
0

સુરતમાં પિપલોદની ઓયો હોટેલમાં નવા વર્ષની રાત્રે પરિચિત યુવાન સાથે ઉજવણી કરવા રોકાયેલી કતારગામની યુવતીનું ભેદી સંજોગોમાં હોટેલના રૂમમાં જ મોત નિપજ્યું હતું. રાત્રે સૂતા બાદ સવારે જગાડતા યુવતી જાગી ન હતી. પરિચિત યુવક યુતી તન્વીને લઈને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાઈ હતી. પરિવારે દીકરીની આંખોનું દાન કરી સમાજમાં એક દાખલો પૂરો પાડ્યો છે. યુવતીની આંખોના દાનથી બે વ્યક્તિને આંખોની રોશની મળશે.

ઘટના શું હતી?

કતારગામ ગોપીનાથ સોસાયટી ખાતે રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી(22) હેલ્થ પ્રોડક્ટ માર્કેટીંગ કંપનીમાં એડમીન હતી. ભાવનગર ખાતે રહેતા કંપનીના સીઈઓ પંકજ જીતેન્દ્ર ગોહિલ સાથે કંપનીના કામથી બહાર રોકાવાનું થતું હતું. શુક્રવારે પંકજ સુરતમાં હોવાથી કંપનીના અન્ય કર્મચારીઓ સાથે મીટિંગ થઈ હતી. સાંજે ઘરે જમ્યા બાદ તનવી પિપલોદ ઓયો હોટેલમાં પંકજ સાથે રોકાઈ હતી. સવારે ન જાગતા પંકજ સિવિલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન હજુ સુધી કંઈ ગુનાહિત જણાયું નથી

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસની તપાસ દરમિયાન હજુ સુધી કંઈ ગુનાહિત જણાયું નથી. પરિવાર તરફથી પણ કોઈ આક્ષેપ કરાયા નથી. મૃતક તન્વી અને પંકજ હોટલમાં રોકાયા હોવાની જાણ પરિવારને હતી. તેઓ વચ્ચે મિત્રતાથી પરિવાર વાકેફ છે. પોસ્ટમોર્ટમમાં પણ કંઈ શંકાસ્પદ જણાવ્યું નથી.

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

ડો. મંડલે ( પોસ્ટમોર્ટમ કરનાર તબીબ, સુરત સિવિલ હોસ્પિટલ) જણાવ્યું હતું કે, મૃતક તન્વીના હૃદયમાંથી લોહી જામી ગયેલી હાલતમાં મળી આવ્યું છે અને હોજરીમાંથી પાણી મળી આવ્યું છે. એટલે કેમિકલ અને હિસ્થોપેથો માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને મૃત્યુનું કારણ પેન્ડિંગ રાખ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ કહીં શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here