તહેવારની ઉજવણી : કોરોના કાળમાં ઘરે બેઠા જ ઇદના તહેવારને બનાવો ખાસ

0
0

કોવિડ-19 મહામારી દરમિયાન બે ઇદ અને અન્ય રજાઓ હતી અને આ મહામારીમાં આપણે જાણીએ છીએ કે આ તહેવારો દરમિયાન શું ન કરવું જોઇએ. પહેલા દર વર્ષે ઇદ પર લોકો એકબીજાને મળતા હતા અને શુભેચ્છાઓ પાઠવતા હતા. પરંતુ હવે કોરોના મહામારીએ દરેક તહેવારની ઉજવણીની જાણે પરીભાષા જ બદલી દીધી છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો અને સંક્રમણથી બચવા માટે તહેવારો ઘરે મનાવવા જ સૌથી સુરક્ષિત છે. કોરોના કાળમાં ઘરે બેઠા જ ઇદના તહેવારની મજા પરીવાર સાથે કઇ રીતે માણવી તે માટે આજે અમે તમને 5 અલગ અલગ આઈડિયા આપશું. તો આવો જાણીએ મહામારીમાં પણ મોજ મસ્તી સાથે કઇ રીતે તહેવાર માણી શકાય.
ક્રિએટીવ પ્લાન કરો
કોરોના કાળમાં ઇદનો તહેવાર યાદગાર બનાવવા કંઇક ક્રિએટીવ પ્લાન કરી શકો છો. રચનાત્મકતાનો ઉપયોગ કરી સુંદર બેગ બનાવી શકાય અથવા તો તમે ઇચ્છો તો ક્રિએટીવ કાર્ડ્સ પણ બનાવી શકો છો. જો તમને સારું ડ્રોઇંગ નથી આવડતું, તો તમે તમારા પરીવાજનો માટે ઓનલાઇન કાર્ડ પણ ઓર્ડર કરી શકો છો.

સ્વાદિષ્ટ વ્યંજનો બનાવો
દરેક તહેવાર સ્વાદિષ્ટ ભોજન વગર અધુરો છે. તેમાંય ઈદ પર તો અલગ અલગ પ્રકારના વ્યંજનો તહેવારની મજા બેગણી વધારી દે છે. કોરોના કાળમાં બહાર હોટલમાં જમવા જવું સુરક્ષિત નથી. ત્યારે તમે પરીવારના સભ્યો સાથે મળીને કંઇક ખાસ વ્યંજનો બનાવી શકો છો. પરીવારના દરેક સભ્ય સાથે મળીને ભોજન બનાવશે તો મજા પણ આવશે અને પારિવારિક પ્રેમ પણ જળવાઇ રહેશે.

ડેકોરેશન કરો
દરેક તહેવારમાં ઘરની સાફ સફાઇ કરે અને ઘરને સુંદર રીતે સજાવવાથી ગૂડ એનર્જી આકર્ષિત થાય છે. ઇદના તહેવાર પર તમે લેમ્પ અથવા ફેરી લાઇટ્સ ઘરની દિવાલો પર લગાવી આકર્ષક રીતે સજાવી શકો છો. સાથે જ ઘરને રંગો, વોલ હેંગિંગથી પણ સજાવશો તો દેખાવ વધુ મનમોહક લાગશે.

ઓનલાઇન પાર્ટી હોસ્ટ કરો
ઇદના તહેવાર પર તમે ઓનલાઇન પાર્ટી હોસ્ટ કરી શકો છો. ઝૂમ અને સ્કાઇપ જેવી ઘણા વિડીયો કોલિંગ એપ્લીકેશન છે, જ્યાં તમે પાર્ટી યોજી શકો છો. ઇદ પર તમે તમારા પરીવારની સાથે બિંગો, હાઉઝી અને લૂડો પણ રમી શકો છો. તમે ઓનલાઇન બિંગો શીટ શોધી શકો છો, તેની પ્રિન્ટ લે આઉટ લઇને પોતના આમંત્રણ સાથે મોકલી શકો છો.

ફોટોશૂટ કરો
તહેવારનો દિવસ હોય એટલે લોકો તૈયાર થાય છે, નવા કપડાઓ પહેરે છે. ત્યારે ઇદ પર તમે તૈયાર થાવ અને ફોટોશૂટ ન કરો તે તો બરાબર નથી. ઇદ માટે બનાવેલો તમારો ખાસ ડ્રેસ પહેરો, મેકઅપ કરો અને ફોટોશૂટ કરો. કોરોના કાળમાં ઇદ મનાવવાનો આ સૌથી મનપસંદ ઉપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here