Saturday, April 20, 2024
Homeસૌરાષ્ટ્ર : અષાઢી બીજની ઉજવણી, રાજકોટ સહિત ઠેર ઠેર ભગવાનની નગરચર્યા, યુવાનોએ...
Array

સૌરાષ્ટ્ર : અષાઢી બીજની ઉજવણી, રાજકોટ સહિત ઠેર ઠેર ભગવાનની નગરચર્યા, યુવાનોએ કતરબો દેખાડ્યા

- Advertisement -

રાજકોટ: આજે અષાઢી બીજની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે. ભેસાણ પાસે આવેલા પરબધામમાં સવારથી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. લાખો ભાવિકો આજે પરબધામમાં ઉમટ્યા છે અને ભોજપ પ્રસાદનો લ્હાવો લેશે. ત્યારે રાજકોટમાં 27 કિમીની રથયાત્રા નીકળી છે. વહેલી સવારે મહાઆરતી કર્યા બાદ સવારે 7.15 વાગ્યે ભગવાન બલભદ્રજી, બહેન શુભદ્રાજી અને છેલ્લે ભગવાન જગન્નાથજીને નીજ મંદિરમાંથી મુખ્ય રથોમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને ભાવિકો દ્વારા દોરડાથી રથને ખેંચી ધન્યતા અનુભવી રહ્યા છે. યુવાનો દ્વારા તલવારથી કરતબો દેખાડવામાં આવી રહ્યા છે.

300થી વધુ બાઇક અને 50થી વધુ કાર જોડાઇ

યાત્રામાં સૌ પ્રથમ માઇક સાથે પાઇલટિંગ વાહન છે જે યાત્રાની તમામ માહિતી અગાઉની ભાવિક ભક્તોને આપી રહ્યું છે. યાત્રામાં જોડાનાર ફોર વ્હિલ બધામાં વિવિધ ફલોટ્સ બાદમાં ભગવાન જગન્નાથજીનો રથ છે. ત્રણેય રથની વચ્ચે 200 મીટરથી વધારે અંતર રાખવામાં આવ્યું છે. દરેક ભક્તો દરેક ભગવાનના દર્શન કરી શકે સાથે ભગવાનના રથને ખેંચવાનો લહાવો લઇ શકે તેવી સુસજ્જ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્રણેય રથ બાદ અખાડાના મુખ્ય સંતો 20 ફૂટ લાંબો- 9 ફૂટ પહોળો અને 9 ફૂટ ઊંચો એવા રથમાં બિરાજમાન છે. બાદમાં ધૂન મંડળીઓ, વિવિધ આકર્ષક ફ્લોટ્સ તથા સુરક્ષાના વાહનો ચાલી રહ્યા છે.રાજસ્થાની અખાડાના યુવાનો દ્વારા ત્રણેય રથને દંડવત પ્રણામ કરી દાવપેચ કરી રહ્યા છે, બહેનો ગરબે ઘૂમી રહ્યા છે. રથયાત્રામાં 300થી વધુ બાઈક, 50થી વધુ કાર જોડાઇ છે. રથયાત્રામાં ધાર્મિકતા સાથે પર્યાવરણ બચાવો, વ્યસન મુક્તિ, પ્લાસ્ટિક હટાવો, પાણી બચાવો જેવા સંદેશાઓ સાથે લોકોમાં જાગૃતિ પણ કેળવી રહ્યા છે.

ભાવનગરમાં અમદાવાદ બાદ રાજ્યમાં બીજા ક્રમની રથયાત્રા

ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 34મી રથયાત્રાનું સવારે 8 કલાકે સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી, જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જેવા ગગનભેદી નારા સાથે પ્રસ્થાન થયું છે. રથયાત્રાના પ્રસ્થાન વેળાએ સંતો-મહંતોની નિશ્રામાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહજી સોનાના સાવરણાથી ”છેડાપોરા’ અને ”પહિ‌ન્દ’ વિધિ કરી રથનું દબદબાભેર પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન વેળાએ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમની સૌથી વિશાળ રથયાત્રા છે.

રથયાત્રામાં 100થી વધુ ટ્રકો જોડાયા

આ રથયાત્રામાં 100થી વધુ ટ્રક, પાંચ જીપ, 20 ટ્રેક્ટર, 15 છકડો રિક્ષા, 2 હાથી, 6 ઘોડા, 4 અખાડા, જુદી જુદી રાસ મંડળીઓ, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા તેમજ ડીજે સાઉન્ડ સીસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતોનો કાર્યક્રમ તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વગેરેના ફ્લોટો જોડાયા છે. શહેરના 18 કિલોમીટરના નિયત રૂટ પર ફરનારી રથયાત્રામાં મિની ટ્રેન, લંબુ વાંદરા, છત્રી મંડળી, નાસિક ઢોલ, ભુંગળ મંડળી, વગેરે પાત્રો તેમજ અખાડાના દાવ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તમામ ફ્લોટો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં આકર્ષક ફ્લોટ અને વેશભુષામાં વિજેતા ફ્લોટને ઇનામ અપાશે. આ રથયાત્રામાં ચણાની પ્રસાદી 3 ટન કરવામાં આવી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટીતંત્ર, પોલીસતંત્ર રથયાત્રા કમિટિ વગેરેએ સંકલન સાધી વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

ભોઇ સમાજના ભક્તોના શિરે રથ ખેંચવાની જવાબદારી

ભગવાન જગન્નાથનો નવો રથ દશકા પહેલા ભાવનગરમાં જ્યારે ભગવાનની 25મી રજત જયંતિ વર્ષની રથયાત્રા યોજાઇ ત્યારે બનાવાયેલો તે રથને દર વર્ષે 150થી વધુ ભોઇરાજ સમાજના ભાવિકોએ રથના વાહક તરીકેની જવાબદારી ભાવભેર નિભાવી છે. ગમે તેવી ગરમી હોય કે વરસાદ વરસતો હોય આ ભોઇ સમાજના સારથીઓ સમગ્ર 18 કિલોમીટરના રૂટ પર આ ભાવિકોએ ભાવભેર રથને દોરડાથી ખેંચી પોતાની જાતને ધન્ય ગણી છે. આ ઉપરાંત રથની બન્ને સાઈડના દોરડાથી સેંકડો ભાવિકોએ પણ રથને ખેંચી ધર્મલાભ મેળવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular