અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની સાથે અમદાવાદમાં ઉજવણી, નીતિન પટેલ VHP કાર્યાલય હાજર

0
7

અમદાવાદ. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ થઈ રહી છે, તેવા સમયમાં સમગ્ર દેશમાં મંદિરો અને હિંદુ ધાર્મિક સ્થાનો પર પણ અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પાલડી વિશ્વ હિંદુ પરિષદ (VHP) કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.

રામમંદિર માટે આહુતિ આપનાર કાર્યકરોને શ્રદ્ધાંજલિ અપાઈ
આજે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદના પાલડી સ્થિતિ કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .આજે સવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વણીકર ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમને રામ મંદિરના અયોઘ્યામાં થઇ રહેલા ભૂમિ પૂજનની શુભેચ્છા આપી હતી. વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે રામ મંદિર બનાવવાના કાર્ય સાથે જોડાયેલા કાર્યકરો જેમના મૃત્યુ થયા છે, તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ યોજાયો હતો.