Friday, April 19, 2024
Homeબોલીવૂડસેલિબ્રેશન : બર્થ ડેના 7 દિવસ બાદ કરીના કપૂરે પાર્ટી આપી

સેલિબ્રેશન : બર્થ ડેના 7 દિવસ બાદ કરીના કપૂરે પાર્ટી આપી

- Advertisement -

 

કરીના કપૂરનો 21 સપ્ટેમ્બરના રોજ 41મો જન્મદિવસ હતો. કરીનાએ માલદીવ્સમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ કરીના પરિવાર સાથે ભારત પરત ફરી છે. હાલમાં જ કરીનાએ પોતાના ક્લોઝ ફ્રેન્ડને બર્થડે પાર્ટી આપી હતી. કરીનાની પાર્ટીની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

કોણ કોણ હતું પાર્ટીમાં?
કરીનાની પાર્ટીમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, સંજય મિશ્રા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર તથા કરન જોહર જોવા મળ્યા હતા. સેલેબ્સે સો.મીડિયામાં પાર્ટીની તસવીરો શૅર કરી હતી. આ પાર્ટીમાં કરીનાનો પતિ સૈફ અલી ખાન ક્યાંય જોવા મળ્યો નહોતો.

પાર્ટીમાં હતું દાલ ગોશ્ત ને કડક પાઉં
કરિશ્માએ ડિનરની સ્પેશિયલ વાનગીની તસવીર પણ શૅર કરી હતી. કરીનાએ પાર્ટીમાં આવેલા મહેમાનોને દાલ ગોશ્ત તથા કડકા પાઉં જમાડ્યા હતા.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રીમેક છે.

કરીનાની રંગીન પાર્ટી તસવીરોમાં….

અમૃતા અરોરા
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કરીના, સંજય મિશ્રા, કરિશ્મા, અમૃતા, કરન જોહર
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કરીના, સંજય મિશ્રા, કરિશ્મા, અમૃતા, કરન જોહર
મનીષ મલ્હોત્રા તથા કરન જોહર
મનીષ મલ્હોત્રા તથા કરન જોહર
મનીષ મલ્હોત્રા, અમૃતા અરોરા તથા કરિશ્મા કપૂર
મનીષ મલ્હોત્રા, અમૃતા અરોરા તથા કરિશ્મા કપૂર
મનીષ મલ્હોત્રા, સંજય મિશ્રા તથા કરિશ્મા કપૂર
મનીષ મલ્હોત્રા, સંજય મિશ્રા તથા કરિશ્મા કપૂર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular