Thursday, April 18, 2024
Homeગુજરાતસુરેન્દ્રનગર દ્વારા ખારાઘોડા રણમાં મીઠાના પહાડો વચ્ચે આઝાદી પર્વની ઉજવણી

સુરેન્દ્રનગર દ્વારા ખારાઘોડા રણમાં મીઠાના પહાડો વચ્ચે આઝાદી પર્વની ઉજવણી

- Advertisement -

સૌ પ્રથમવાર 15મી ઓગસ્ટ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સુરેન્દ્રનગર દ્વારા ખારાઘોડા રણમાં મીઠાના પહાડો વચ્ચે આઝાદી પર્વની ઉજવણીની સાથે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં મીઠું પકવતા અગરિયાઓ, મીઠા કામદારોની સાથે ABVPના વિદ્યાર્થીઓ અને ખારાઘોડાના આગેવાનોએ હાજર રહી ધ્વજવંદન સાથે સલામી આપી હતી.

સમગ્ર વિશ્વના દેશોમાં મીઠાની નિકાસ કરતું અને મીઠાના ઉત્પાદન માટે જાણીતું એવુ કચ્છનુ નાનુ રણ કે જેમાં આઝાદી પહેલા બ્રિટીશ હુકુમત સમયે અંગ્રેજો ટ્રેનો અને જહાજો મારફતે મીઠુ ઇંગ્લેન્ડ પહોંચાડતા હતા અને ભારતનુ સફેદ સોનુ લૂંટી જતા હતા. ખારાઘોડામાં અંગ્રેંજો સમયની ‘The Bulkley Market’ તથા ક્લેકટર અને ગવર્નરના નિવાસ સ્થાનો કે જ્યાં અંગ્રજો કાયમી વસવાટ કરતા હતા. એનો પુરાવો આજે પણ ખારાઘોડામાં ભૂતકાળની ભવ્ય ગવાહી પુરતા ઉપલબ્ધ છે. અને એમાય ખારાઘોડા-વિરમગામમાં મીઠાના સત્યગ્રાહમાં અનેક સ્વતંત્ર સેનાનીઓએ ભાગ લીધો હતો. ત્યારે સ્વરાજ પ્રાપ્તિના 75માં વર્ષની ઉજવણી કચ્છના નાના રણમાં મીઠુ પકવાતા નારણપુરા, ખારાઘોડા, નવાગામ, સ્ટેશન, ગોરીયાવડ અને પાટડી તાલુકાના મીઠું પકવતા અગરિયાઓ સાથે સૌ પ્રથમવાર 15મી ઓગસ્ટ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સુરેન્દ્રનગર દ્વારા ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મીઠું પકવતા અગરિયાઓ, મીઠા કામદારોની સાથે ABVPના વિદ્યાર્થીઓ તથા સરકારી કોલેજ-પાટડીના ઈતિહાસના વ્યાખ્યાતા ડો.વિનુભાઈ ભરવાડ અને ગામના રાજકીય અનેસામાજિક આગેવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને મીઠાના પહાડો વચ્ચે ધ્વજવંદન કરી સલામી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular