દહેગામ તાલુકાની શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમા નવરાત્રી મહોત્સવની ઠેર ઠેર ઉજવણી

0
21

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમા છેલ્લા ત્રણ દીવસથી વરસાદે વિરામ લેતા નવરાત્રી રસીયાઓ મા ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને દહેગામ તાલુકાના ગામડાઓમા અને કેટલીક  શાળાઓમા પણ ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી ચાલી રહી છે.

 

 

દહેગામ તાલુકાના હરસોલી, નાગજીના મુવાડા, અમરાભાઈના મુવાડા, રખિયાલ જેવા સંખ્યાબંધ ગામડાઓમા નવરાત્રી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે. અને રાત્રીના સમયે નવરાત્રીના પ્રસંગોમા ખેલૈયાઓ મન મુકીને ગરબાની રમઝટ મનાવી રહ્યા છે અને નવરાત્રીનો તહેવાર એટલે કે મા અંબાનો તહેવાર ગણવામા આવે છે.

 

 

આ પ્રસંગે ગામે ગામ મહિલાઓ નવા નવા કપડામા સજ્જ બનીને નવી નવી ગરબાની સ્ટાઈલો સાથે નવરાત્રી મહોત્સવમા ગરબા ગાતા જોવા મળી રહ્યા છે. અને તાલુકાની શાળાઓમા વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ ધામધુમ પુર્વક ઉજવણી ચાલી રહી છે. આમ દહેગામ તાલુકામા નવરાત્રીનો માહોલ હવે પુર જોશમા ખીલી ઉઠ્યો છે અને ખેલૈયાઓમા ભારે ખુશી સાથે જુમી ઉઠ્યા છે.

બાઈટ : કમલેશ દરજી , શિક્ષક

 

  • દહેગામ તાલુકાના હરસોલી, નાગજીના મુવાડા, રખિયાલ, બહીયલ અને દહેગામ શહેરમા નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામા આવી રહી છે
  • દહેગામ તાલુકામા વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ ભારે ખુશી સાથે નવરાત્રીના ગરબા ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ગાતા જોવા મળી રહ્યા છે
  • નવરાત્રી મહોત્સવ એટલે મા અંબાની આરાધનાનો પ્રસંગ ગણવામા આવે છે
  • દહેગામ તાલુકાના ગામડાઓમા ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ઉજવણી થતા ખેલૈયાઓ ખુબ જ ધામધુમ પુર્વક અને ઉત્સાહ પુર્વક ઉજવણી ચાલી રહી છે
  • દહેગામ તાલુકાના લાખાના મુવાડાના શાળાના વિદ્યાર્થીઓ નવરાત્રી મહોત્સવ ખુબ જ શાનદાર રીતે મનાવી રહ્યા છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર