ઉજવણી : 100મી વર્ષગાંઠ નિમિત્તે આખાય ગામમાં દરેક ઘરે પેંડા વહેંચાયા

0
0

100મી વર્ષગાંઠ નિમિત્તે આખાય બહાદરપુર ગામમાં દરેક ઘરે પેંડા વહેંચાયા હતા. 100મી વર્ષગાંઠ ઉજવવા માટે ચંદનબેનનો દિકરો વહુ ખાસ અમેરિકાથી આવ્યા હતા. પૌત્રીએ કેક બનાવી હતી અને પરિવાર સાથે જન્મદિનની ઉજવણી કરાઇ હતી. કુલ 340 કિલો પેંડા 200 ગ્રામના એક પેકેટમાં કુલ 1700 બોક્સ વહેંચાયા હતા. જન્મદિનનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં અનેરુ મહત્વ હોય છે. પણ જો 100મી વર્ષગાંઠ હોય તો પુછવું જ શું.? બહાદરપુર ગામના ચંદનબેન રમણલાલ દેસાઇ જેમની 21મી જૂનના રોજ 100મી બર્થ ડે ઉજવાઇ હતી.

જન્મદિનની ઉજવણી તો યાદગાર રીતે જ કરવાની હતી. પણ કોરોના મહામારીના કારણે ભવ્ય ઉજવણી શક્ય બની શકી નહોતી. 100મી બર્થ ડેની ઉજવણીના ભાગરૂપે તેમના પરિવાર દ્વારા આખાય બહાદરપુર ગામમાં પેંડાના બોક્ષ વહેચ્યા હતા. ગામના દરેક ઘર દિઠ પેંડાના બોક્ષ વહેચ્યા હતા. આ અંગે વધુ માહિતિ આપતા ચંદનબેનના પુત્ર મનહરભાઇ રમણલાલ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘હું અને મારી પત્ની ખાસ અમેરિકાથી મમ્મીની બર્થ ડે ઉજવવા આવ્યા છીએ. અમેરિકાથી મમ્મીની 100મી બર્થ ડે ઉજવવા ઘણા બધા અમેરિકાથી આવવાના હતા.

પણ કોરોનાના કારણે બધા આવી શક્યા નથી. પણ જે અમેરિકા છે એ બધા ભેગા થઇને ત્યાં પણ આ બર્થ ડે ઉજવવાના છે. મમ્મીની બર્થ ડેમાં ગામમાં અમે પેંડા વહેચીને એક રીતે આખા ગામને અમારી ખુશીમાં સામેલ કર્યા છે.” પૌત્રી નિતાબેન નિલેશકુમાર શાહ જે અમદાવાદથી ખાસ દાદીના જન્મદિન નિમિત્તે આવી તેણે દાદીને કેરી બહુ જ ભાવે એટલે દાદી માટે ખાસ કેરીની જ કેક ઘરે બનાવી હતી. 100મી વર્ષગાંઠ ઉજવતા ભાવવિભોર બની ગયેલા ચંદનબાએ જણાવ્યું હતું કે આ રીતે મારા પરિવાર દ્વારા મારા જન્મદિનની ઉજવણી કરાઇ છે એનાથી મને આનંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here