શ્રદ્ધાંજલિ : આસિફ બસરાના નિધન બાદ સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી, વિકી કૌશલે કહ્યું- તેમણે મને ડર પર વિજય મેળવતા શીખવ્યું હતું.

0
5

53 વર્ષીય એક્ટર આસિફ બસરાએ 12 નવેમ્બરે હિમાચલના ધર્મશાલામાં ભાડાના ઘરમાં આત્મહત્યા કરી. આસિફ છેલ્લાં પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમણે પાલતુ કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો છે. શરૂઆતની તપાસમાં પોલીસે ડિપ્રેશન હોવાનું જણાવ્યું છે. હાલ કેસ ફાઈલ થઇ ગયો છે અને તપાસ ચાલી રહી છે. એક્ટરના નિધન બાદ ઇન્ડસ્ટ્રીના લોકોએ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માના પ્રોડક્શન હેઠળ બનેલી સિરીઝ ‘પાતાલ લોક’માં આસિફે કામ કર્યું હતું. અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરી મૂકીને લખ્યું હતું, ‘તેમના નજીકના લોકો અને પરિવાર માટે મારી પ્રાર્થના. રેસ્ટ ઈન પીસ આસિફ બસરા.’

કરીના કપૂર

કરીના કપૂર અને આસિફે ‘જબ વી મેટ’માં સાથે કામ કર્યું હતું. કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક્ટરને શ્રદ્ધાંજલિ આપી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝે ટ્વીટ કર્યું કે, ‘વધુ એક સારા મિત્ર આસિફ બસરાની ખોટ પડી. ટેલેન્ટનો ભંડાર. રેસ્ટ ઈન પીસ મારા મિત્ર. તારા પરિવારને હિંમત મળે.’

શ્રદ્ધા કપૂર

‘એક વિલન’ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે એક્ટર સાથે કામ કર્યું હતું.

મનોજ બાજપેયી

મનોજે લખ્યું, ‘શું? આ ઘણું જ શોકિંગ છે. લોકડાઉન પહેલાં જ તેની સાથે શૂટિંગ કર્યું. હે ભગવાન!’

વિકી કૌશલ

વિકી કૌશલે એક્ટરને યાદ કરી એક કિસ્સો શેર કર્યો કે, ‘પહેલું નાટક જેમાં મેં કામ કર્યું હતું, હું બેક સ્ટેજ કામ કરતો હતો અને મને ભરી ઓડિયન્સ સામે વેલકમ અનાઉન્સમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું. ઘણો નર્વસ હતો, મને જે લાઇન્સ આપવામાં આવી હતી તેને હું નોન સ્ટોપ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આસિફ સર તે પ્લેમાં લીડ રોલમાં હતા. તેમણે મને બેસાડીને પૂછ્યું, ‘ડર લાગે છે?’ તેમણે કહ્યું ડર સારી વસ્તુ છે જો તમને એને કાબૂમાં કરતા આવડી જાય. ત્યારબાદ હું જ્યારેપણ કોઈ વસ્તુથી ડરતો ત્યારે હું ખુદને આ વાત કહેતો. રેસ્ટ ઈન પીસ આસિફ બસરા સર.’

રાજકુમાર રાવ

‘કાઈ પો છે’ ફિલ્મમાં રાજકુમાર અને આસિફે સાથે કામ કર્યું હતું. રાજકુમારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

રણદીપ હૂડા

રણદીપ હૂડાએ ‘વન્સ અપોન આ ટાઈમ ઈન મુંબઈ’ના તેના કો-સ્ટાર આસિફને યાદ કર્યા છે.

અનુપમ ખેર

સ્વરા ભાસ્કર

53 વર્ષીય આસિફ બસરા ‘પરઝાનિયાં’, ‘બ્લેક ફ્રાઈડે’ ઉપરાંત હોલિવૂડ મૂવી ‘આઉટસોર્સ’માં પણ જોવા મળ્યા હતા. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો. 1998માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. આસિફે ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’માં પણ કામ કર્યું હતું. તેમણે ‘હોસ્ટેજ’ તથા ‘પાતાલ લોક’ જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here