સેલેબ્સના પબ્લિસિટી સ્ટંટ : સેલેબ્સે લગ્નનું નાટક કર્યું, કોઈને 50 લાખ મળ્યા તો કોઈએ ચાર મહિનામાં ડોમેસ્ટિક વાયલોન્સનો આક્ષેપ મુક્યો

0
18

બિગ બોસ 12’ની સ્પર્ધક જસલીન મથારુએ સિંગર અનુપ જલોટા સાથેની એક તસવીર શૅર કરી હતી. વાઈરલ તસવીરમાં જસલીન તથા અનુપ લગ્નના આઉટફિટમાં જોવા મળે છે. તસવીર જોઈને એવી ચર્ચા થવા લાગી કે આ બંનેએ લગ્ન કરી લીધા છે.

અનુપ જલોટા અને જસલીન વચ્ચેની અફેરની વાતો ‘બિગ બોસ 12’થી થઈ રહી છે. આ શોમાં એન્ટર થતાં સમયે બંનેએ કહ્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરે છે. બંનેની ઉંમરમાં 27 વર્ષનું અંતર છે. જસલીન 30ની તો અનુપ જલોટા 67 વર્ષના છે. જોકે, શોમાંથી બહાર આવ્યા બાદ જ બંનેએ અલગ વાતો કરી હતી. તેમણે એમ કહ્યું હતું કે તેમની વચ્ચે ગુરુ-શિષ્યના સંબંધો છે. જસલીન-અનુપ જલોટાની વાતો સાંભળ્યા બાદ દર્શકોને ખ્યાલ આવી ગયો કે તેમણે TRP માટે જ આમ કર્યું હતું. જોકે, ટીવીની દુનિયામાં આ વાત નવી નથી. રિયાલિટી શોના નામ પર દર્શકો સમક્ષ લગ્ન તથા અફેરની ખોટી વાતો રજૂ કરવામાં આવી છે. ટીવી પર લગ્નનું ખોટું નાટક રચનારા ટીવી સેલેબ્સની વાત કરીએ.

નેહા કક્કર

નેહા કક્કર તથા આદિત્ય નારાયણના લગ્ન ગયા વર્ષે ચર્ચામાં હતા. ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર બંનેના પેરેન્ટ્સ આવ્યા હતા અને તેમની વચ્ચેના સંબંધોની વાત કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે બંને 14 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. જોકે, આ માત્ર TRP માટે કરવામાં આવ્યું હતું. આદિત્યના પિતા ઉદિત નારાયણે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે TRP વધારવા માટે આવું કરવામાં આવ્યું હતું.

અલી મર્ચન્ટ-સારા ખાન

‘બિગ બોસ 4’માં અલી તથા સારાએ લગ્નનું નાટક કર્યું હતું. આ માટે તેમને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. જોકે, ઘરની બહાર આવ્યા બાદ એક મહિનાની અંદર જ બંનેએ લગ્નનું બંધન તોડી નાખ્યું હતું.

રાખી સાવંત​​​​​​​​​​​​​​

ટીવી પર સ્વયંવરના નામ પર એક સમયે લગ્નનું નાટક કરવામાં આવતું હતું. રાખીએ પોતાના સ્વયંવરમાં NRI ઈલેશને પતિ તરીકે પસંદ કર્યો હતો. જોકે, સ્વયંવર બાદ રાખીએ લગ્ન કરવાને બદલે માત્ર સગાઈ કરી હતી. થોડાં મહિના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

રતન રાજપૂત

યંવર યોજ્યો હતો. તેણે દિલ્હીના સોફ્ટવેર એન્જિનિયરને પતિ તરીકે પસંદ કર્યો હતો. જોકે, શો પૂરો થયા બાદ રતને લગ્ન કર્યા નહોતા અને બંને અલગ થઈ ગયા હતા.

રાહુલ મહાજન

રાહુલ મહાજને પણ ટીવીમાં સ્વયંવર યોજીને ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના બાદ ડિમ્પીએ રાહુલ પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મુક્યો હતો. થોડાં વર્ષ બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ડિમ્પીએ દુબઈ સ્થિત બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. રાહુલે પણ ત્રીજા લગ્ન કરી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here