Wednesday, September 29, 2021
Homeસેલ ટેક્નોલોજી : હાઈડ્રોજન ફ્યુઅલ સેલથી 500 કિમીની રેન્જ હાંસલ કરશે કાર
Array

સેલ ટેક્નોલોજી : હાઈડ્રોજન ફ્યુઅલ સેલથી 500 કિમીની રેન્જ હાંસલ કરશે કાર

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારની ઝડપથી વધી રહેલી માંગ વચ્ચે ફ્યૂઅલ સેલ ટેક્નોલોજી પર પણ ઝડપથી કામગીરી થઈ રહી છે. તાજેતરમાં તાતા મોટર્સને ઈન્ડિયન ઓઈલ પાસેથી હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ ટેક્નોલોજી પર આધારીત 15 બસોના સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. આ ફ્યૂઅલ સેલ ટેક્નોલોજી છે શું? વર્તમાન ઇવી કરતાં તે કેવી રીતે અલગ છે? અને ભવિષ્યમાં તેની સંભાવનાઓ શું છે? તે અંગે જણાવી રહ્યા છે તાતા મોટર્સના પ્રેસિડન્ટ અને સીટીઓ રાજેન્દ્ર પેટકર…

  • ફ્યૂઅલ સેલ ટેકનોલોજી શું છે?

ફ્યૂઅલ સેલ ટેક્નોલોજીમાં ઈંધણના કેમિકલ એનર્જીને ઈલેક્ટ્રિકલ એનર્જીમાં તબદીલ કરવામાં આવે છે. હાઇડ્રોજન આધારિત ફ્યૂઅલ સેલ ટેક્નોલોજી (એચએફસી)માં હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જેમાં હાઈડ્રોજન આયર્નનું ઓક્સિજન તથા અન્ય ઓક્સિડાઈઝ પદાર્થો સાથે રાસાયણિક ક્રિયા કરી વીજ ઉત્પન્ન કરવામાં આવે છે. આ માટે ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન કરતી બેટરીઓનો ઉપયોગ થાય છે. તે ક્લિન એનર્જીનો ટકાઉ સ્રોત છે.

  • પરંપરાગત બેટરી કરતાં ફ્યૂઅલ સેલ કેવી રીતે અલગ છે?

પરંપરાગત બેટરી ચાર્જ કરી શકાય છે અને તેમાં એનર્જી સંગ્રહિત કરી શકાય છે, પરંતુ તેની એક મર્યાદા છે. ઇંધણ (હાઇડ્રોજન) અને ઓક્સિજનનો પુરવઠો હોય ત્યાં સુધી ફ્યૂઅલ સેલ ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન કરી શકે છે. તેનો ફાયદો એ છે કે તમે ટેન્કમાં ભરેલાં ઈંધણ વડે પણ કાર ચલાવી શકો છો. તેમજ મુસાફરી દરમિયાન રસ્તામાં ઉભા રહીને રિચાર્જ કરવાની જરૂર પડતી નથી. તે ઓછી જગ્યા લે છે અને તેનાથી ગેસના બદલે પાણીનું ઉત્સર્જન થાય છે. આગામી સમયમાં આ ટેક્નોલોજી ઝડપી આગળ આવશે.

આ તકનીક 65-75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ કામ કરે છે, જે ડ્રાઇવિંગ કરતી વખતે ઉત્પન્ન થતી ગરમીનો સામનો કરી શકે છે. આ સાથે, વાહનોની રેન્જમાં 500 કિમીથી વધુનો વધારો થઈ શકે છે. ભારતમાં તેના ઉપયોગની શક્યતા પર કામ ચાલી રહ્યું છે. કારમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ગ્રાહકની માગ, પ્રારંભિક ખર્ચ અને રિફ્યૂલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પરિબળો પર આધારિત છે.

ભારતમાં આ ટેક્નોલોજી પર શું કામગીરી થઈ રહી છે?
વિશ્વની સાથે સાથે, ભારતમાં પણ ક્લિન એનર્જીને સ્થાયી સ્રોત તરીકે હાઇડ્રોજન ફ્યુલ સેલ પર કામગીરી થઈ રહી છે. ભારત સરકારે હાઇડ્રોજન એનર્જી મિશનની પણ શરૂઆત કરી છે. તાતા મોટર્સ સીએસઆઇઆર અને ડીએસઆઈઆરના સહયોગથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. દેશના પ્રથમ એચએફસી આધારિત મલ્ટીપલ પ્રોટોટાઇપ વાહનોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાતા મોટર્સને ઇન્ડિયન ઓઇલમાંથી 15 હાઇડ્રોજન ફ્યુલ સેલ સંચાલિત બસનો ઓર્ડર પણ મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments