જગન્નાથ પુરી : કેન્દ્ર સરકારે રથયાત્રા માટે રથ નિર્માણને મંજૂરી આપી, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની શરતો સાથે કામ થશે

0
7

ભગવાન જગન્નાનથી ઓરિસ્સાના પુરીથી રથયાત્રા માટે કેન્દ્ર સરકારે રથ નિર્માણની મંજૂરી આપી દીધી છે, પરંતુ મંદિર સમિતિએ તેના માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની શરતોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રથયાત્રાને લઇને શંકાના વાદળો ઉપર થોડાં અંશે વિરામ મળ્યો છે. જોકે, રથયાત્રા શરૂ થશે ત્યારે તેનું સ્વરૂપ કેવું હશે, તેને લઇને હાલ કોઇ નિર્ણય લેવાયો નથી.

કેન્દ્ર સરકારે પોતાની મંજૂરીમાં તે સ્પષ્ટ કર્યું છે કે, રથ નિર્માણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પૂર્ણ પાલન જરૂરી છે. રથનું નિર્માણ પણ એવી જગ્યાએ થવું જોઇએ, જ્યાં સામાન્ય લોકો ભેગા થાય નહીં. અત્યાર સુધી રથનું નિર્માણ મંદિર સામે જ થતું હતું, જે રથયાત્રાનો મુખ્ય માર્ગ છે. અહીં લોકોના ભેગા થવાની સંભાવના વધારે છે, એટલે રથનું નિર્માણ કોઇ અન્ય સ્થાને થવું જોઇએ, જ્યાં વધારે ભીડ એકઠી થાય નહીં.

મંદિર 20 માર્ચથી બંધ છે

રથયાત્રાને લઇને આ વર્ષે ઘણાં સમયથી વિચારણાં ચાલી રહી છે. કોરોના વાઇરસના કારણે મંદિર 20 માર્ચથી જ શ્રદ્ધાળુઓ માટે બંધ છે. રથયાત્રા જગન્નાથ મંદિરનો સૌથી મોટો ઉત્સવ છે. તેમાં દેશ-દુનિયાથી 10 લાખથી પણ વધારે લોકો સામેલ થાય છે. લોકડાઉન બાદ કોરોનાના કારણે આ વર્ષે રથયાત્રામાં દર વર્ષ જેવો રંગ જોવા મળશે નહીં. 26 એપ્રિલે અખાત્રીજથી મંદિરમાં ભગવાન જગન્નાથ, બળદેવ અને દેવી સુભદ્રાનો રથ તૈયાર થવાનો હતો પરંતુ લોકડાઉનના કારણે તેને મંજૂરી મળી નહોતી.

4 મેના રોજ શ્રીજગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિએ આ મામલે મીટિંગ બાદ નક્કી કર્યું હું કે, પુરી જિલ્લો કોરોનાથી લગભગ મુક્ત છે અને ગ્રીન ઝોનમાં છે. એટલે અહીં રથ નિર્માણ કાર્ય શરૂ થઇ જવું જોઇએ. કેમ કે, રથ નિર્માણ કોઇ ધાર્મિક ઉત્સવ નથી. આ એક પ્રકારનું નિર્માણ કાર્ય છે. મંદિર સમિતિએ આ પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલ્યો હતો. જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here