Friday, March 29, 2024
Homeટૂંક સમયમાં લોન્ચ થશે CFMotoનું ઈલેક્ટ્રિક સ્કૂટર, 110Kmphની ટોપ સ્પીડ આપશે
Array

ટૂંક સમયમાં લોન્ચ થશે CFMotoનું ઈલેક્ટ્રિક સ્કૂટર, 110Kmphની ટોપ સ્પીડ આપશે

- Advertisement -

ચાઈનીઝ ટુ વ્હીલર કંપની CFMoto ભારતમાં કમબેક માટે તૈયાર છે. તાજેતરમાં જ કંપનીએ 300NK બાઈકનું BS6 વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. હવે કંપની દર આઠમા મહિને એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. નેક્સ્ટ લોન્ચિંગમાં 650CCની બાઈક લાઈન અપ છે. આ સિવાય કંપની ફુલ્લી ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ EVની શું ખાસિયતો હશે આવો જાણીએ…

CFMoto બાઈક્સની જેમ આ EVને પણ KISKA Designsએ ડિઝાઈન કરી છે

CFMoto બાઈક્સની જેમ આ EVને પણ KISKA Designsએ ડિઝાઈન કરી છે

ગત વર્ષે ડિસેમ્બરમાં કંપનીએ પોતાની સબ બ્રાન્ડ Zeehoને લોન્ચ કરી હતી, જે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ડેવલપ કરે છે. Zeeho બ્રાન્ડ હેઠળ CFMoto ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારીમાં છે. જે સાયબર કોન્સેપ્ટ ડિઝાઈન પર બેઝ્ડ હશે. CFMoto બાઈક્સની જેમ આ EVને પણ KISKA Designsએ ડિઝાઈન કરી છે.

2.9 સેકન્ડમાં 50Kmphની સ્પીડ, ટોપ સ્પીડ-110Kmph

સાયબર કોન્સેપ્ટ સ્કૂટર ફારાસિસ એનર્જી 4kWhની લિથિયમ આયન બેટરી સાથે આવશે. તેને Zeehoના ઈન હાઉસ કોબરા પાવરટ્રેન સાથે અટેચ કરવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક મોટર 13.4 bhpનું પાવર અને 213Nmનું ટોર્ક જનરેટ કરવા માટે સક્ષમ છે.

તે એટલી પાવરફુલ હશે કે 0થી 50Kmphની સ્પીડ પર તે માત્ર 2.9 સેકન્ડમાં પહોંચી જશે. તેમાં 110Kmphની ટોપ સ્પીડ મળશે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં તે 130 કિલોમીટરની રેન્જ આપશે.

માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસમાં પણ બેટરી કામ કરશે

અપકમિંગ EV સ્કૂટરમાં ઈકો, સ્ટ્રીટ અને સ્પોર્ટ્સ મોડ મળશે. બેટરીને 0-80% સુધી ચાર્જ થવામાં માત્ર 30 મિનિટનો સમય લાગશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેની બેટરી લાઈફ 3 લાખ કિલોમીટરની છે. બેટરીની ખાસિયત એ છે કે તે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસથી લઈને 55 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં પણ કામ કરે છે. તેથી તે દરેક દેશના વાતાવરણમાં ટકીને સારું પર્ફોર્મન્સ આપશે.

ભારતમાં વર્ષના અંત સુધીમાં EV લોન્ચ થશે

કંપનીના જણાવ્યા અનુસાર અપકમિંગ EVનું મોડેલ ભારતમાં અલગ સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ થશે. લોન્ચિંગ બાદ તેની સીધી ટક્કર એથર 450Xથી થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની આ ઈલેક્ટ્રિક સ્કૂટરને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular