સુરત : ચેઈન સ્નેચર સ્નેચિંગ કરી ભાગતા રીક્ષા સાથે અથડાયો, લોકોએ મેથીપાક આપ્યો.

0
5

સુરત સિવિલ હોસ્પિટલમાં અછોડો તોડી બાઇક પર ભાગતા અને રીક્ષા સાથે ભટકાયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાયેલા આરોપીને પોલીસ સાથે 9 કલાક સુધી રખડાવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ 9 કલાકમાં સિવિલના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબોએ 3 એક્સ-રે અને 2 સોનોગ્રાફી કરાવ્યા બાદ RMOને ફરિયાદ કરાતા દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ પકડમાં આવેલો ચેઈન સ્નેચર સાબિર કુરેસી અને તેનો મિત્ર ઘોડદોડ રોડ ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં મોપેડ સવાર સ્કૂલ ગર્લની ચેઇન તોડી બાઇક પર ભાગતા ઓટો રીક્ષા સાથે અથડાયા હતા. જ્યાં એકને લોકોએ પકડીને મેથીપાક આપ્યો હતો. જ્યારે બીજો અછોડા તોડ હાથતાળી આપી ભાગી ગયો હતો.

પોલીસ આરોપીને લઈને ટ્રોમાં સેન્ટરથી CT સ્કેન વિભાગમાં દોડતી રહી

સિવિલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારની બપોરે લગભગ 12:20 એ પોલીસ હથકડી પહેરાવી એક આરોપી સાબિર રફીક કુરેસી (ઉ.વ. 27, રહે. ચોક બજાર, ખાટકી વાડ) ને સારવાર માટે લઈ આવી હતી. રફીકને મોઢા અને પાસળી પર સામાન્ય ઇજા હતી. જોકે, મેડિકલ ઓફિસરે સર્જરી વિભાગમાં રીફર કર્યા બાદ પોલીસ આ આરોપી દર્દીને લઈ હોસ્પિટલના એક્સ-રે વિભાગથી ટ્રોમાં સેન્ટર અને ત્યાંથી CT સ્કેન વિભાગમાં દોડતી રહી હતી. ટ્રોમાના ડોક્ટરોએ સાબિરના ત્રણ એક્સ-રે અને બે સોનોગ્રાફી કરાવ્યા હતા.

આરોપીને દાખલ કરાતા પોલીસે રાહતનો દમ લીધો

વધુમાં ઉમેર્યું હતું કે, કલાકો બાદ પણ જ્યારે સાબિરને દાખલ ન કરાતા મેડિકલ ઓફિસર ડો. ગિયા રેસિડેન્ટ તબીબને પૂછવા ગયા હતા. જ્યાં રેસિડેન્ટ તબીબે પણ મેડિકલ ઓફિસરને અપમાનિત કરી હાંકી કાઢ્યા હતા. જોકે, ડ્યુટી બદલાયા બાદ રાત પાળીના મેડિકલ ઓફિસરને આ બાબતની જાણ કરાતા તેઓ અકળાયા હતા અને તાત્કાલિક આરોપી દર્દીના કેસ પેપર સાથે RMOને ફરિયાદ કરી હતી. ત્યારબાદ RMOએ સર્જરી વિભાગના સિનિયર તબીબો સાથે વાર્તાલાભ કરતા સાબિરને તાત્કાલિક એટલે કે રાત્રીના 9:25ની આજુબાજુ દાખલ કરી દેવાતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

3 એક્સ-રે અને 2 સોનોગ્રાફી કરાવી

ખટોદરા પોલીસના ડી-સ્ટાફે નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, આરોપી સાબિરનો કેસ પેપર સાડાબાર વાગ્યે નીકળ્યો હતો અને ટ્રોમાના રેસિડેન્ટ તબીબોએ 3 એક્સ-રે અને 2 સોનોગ્રાફી કરાવી OPD 3 અને 12 નંબર બાદ ફરી 3 નંબરની OPDમાં રીફર કરી ધક્કા ખવડાયા હતા. કોઈ નિર્ણય લેતા જ ન હોવાથી આખરે મેડિકલ ઓફિસર ચાવડાને ફરિયાદ કરાતા દાખલ કરાયા હતા.

તપાસ કરાશેઃ RMO નાયક

RMO નાયકે જણાવ્યું હતું કે હા આવો એક કેસની ફરિયાદ મારી પાસે રાત્રે આવી હતી. જોકે વાત કર્યા બાદ દાખલ કરી દેવાયો હતો. પરંતુ આવું કેમ થયું એની તપાસ કરાવીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here