Saturday, October 16, 2021
Homeઅરવલ્લી : શામળાજીના નાંદીસણ પાટીયા પાસે NH 8 પર 6થી વધુ ગામોના...
Array

અરવલ્લી : શામળાજીના નાંદીસણ પાટીયા પાસે NH 8 પર 6થી વધુ ગામોના લોકોનો ચક્કાજામ, ઓવરબ્રિજ બનાવવા માંગ

ભિલોડા: શામળાજી નજીક ને.હા.નં-8 પર નાંદીસણ પાટિયા નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે 6 થી વધુ ગામોના ગ્રામજનો હાઈવે.નં.8 પર મોટી સંખ્યામાં ધસી આવી ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું. શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાઈવે પર લોકોએ કરેલ ચક્કાજામ સમજાવટ થી દૂર કરી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

સિક્સ લેન કામગીરી ચાલુ છે
અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવ નં.8 ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત 93 કી.મી.ના અંતરમાં 9 જેટલા ફ્લાયઓવર, 9 અંડર બ્રિજ અને 13 જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે.

લોકો ઓવરબ્રિજ માટે માંગ કરી
અમદાવાદ-ઉદેપુર ને.હાઈવે પર શામળાજી નજીક આવેલા નાંદીસણ પાટિયાથી ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કામકાજ અર્થે અને વિદ્યાર્થીઓ પણ હિંમતનગર, મોડાસા તરફ અભ્યાસ અર્થે ને.હા.નં-8 પરથી પસાર થવું પડે છે. આ માર્ગ પર હંકારતા વાહનો જોખમી નીવડી રહ્યા હોય વિદ્યાર્થીઓ અને લોકોની સલામતી માટે નાંદીસણ પાટિયા નજીક ઓવરબ્રિજ બનાવવામાં આવેની માંગ કરવામાં આવી છે. ન્યાય નહી મળે તો લોકોએ
આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

ચક્કાજામથી હોબાળો
ગુરુવારે ખીલોડા,ખીલોડા કંપા,શોભાયડા,ખેરાડી, રામનગર સહીત ગામોના ગ્રામજનોએ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હાઈવે પર ચક્કાજામ કરતા હોબાળો મચી ગયો હતો. સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામ થતા હાઈવે પર 2 કિમી લાંબી કતારો લાગતા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. નેશનલ હાઈવે.નં-8 પર ટ્રાફિકજામના પગલે તંત્ર દોડતું થયું હતું .

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
ચક્કાજામ કરનાર લોકોના જણાવ્યા અનુસાર નાંદીસણ પાટિયા નજીક એક મહિનામાં 5 થી વધુ અકસ્માતની ઘટનાઓ બની હતી. આજુબાજુના અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. અનેક નિર્દોષ રાહદારીઓ અને
આજુબાજુના ગ્રામજનો માટે પણ અકસ્માત ઝોન બની રહેતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની માંગણી સંતોષવામાં નહી આવેતો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments