મન કી બાત : મન કી બાતમાં મોદીએ કહ્યું- પડકારો ઘણા આવ્યા, પરંતુ આપણે નવા સમાર્થ્યનું સર્જન કર્યું.

0
0

​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી (મન કી બાત) “કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે નવું વર્ષ ચાર દિવસ પછી શરૂ થવા જઈ રહ્યું છે. આગામી વર્ષે નવા વર્ષની મન ની બાત થશે.વર્ષ 2020નો આ મોદીનો છેલ્લો ‘મન કી બાત’ કાર્યક્રમ છે. મોદી આ કાર્યક્રમ દ્વારા 72મી વખત દેશને સંબોધન કરી રહ્યા છે

મન કી બાતની મુખ્ય વાતો

લોકોએ નવા વર્ષમાં નવા આઇડિયા મોકલ્યા

આજે 27 ડિસેમ્બર છે. 4 દિવસ પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી મન કી બાત 2021માં થશે. મારી સામે તમારા લખેલા ઘણા બધા પત્રો આવ્યા છે. આપ પત્ર દ્વારા સૂચનો મોકલો છો. ઘણા લોકોએ ફોન પર વાત કરી. મોટાભાગની વાતોમાં પાછલા વર્ષોના અનુભવ અને નવા વર્ષનાં સંકલ્પો છે.

હવે આત્મનિર્ભરતા પર ભાર

મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું કે, મિત્રો, દેશ પર ઘણું સંકટ આવ્યું, વિશ્વમાં સપ્લાય ચેઇનમાં અવરોધો પણ આવ્યા, પરંતુ આપણે દરેક કટોકટીનો હિંમતથી સામનો કર્યો છે. દિલ્હીના અભિનવને બાળકોને ગિફ્ટ આપવી હતી તે દિલ્હીના ઝાંડેવાલાન માર્કેટમાં ગયા હતા. અભિનવ કહે છે કે ત્યાં દુકાનદારો ત્યાં બોલીને સામાન વેચતા હોય છે કે આ રમકડા ભારતમાં બનાવવામાં આવે છે. લોકોને ભારતમાં બનાવેલા રમકડા પણ પસંદ આવી રહ્યા છે. આ ફેરફાર એક વર્ષમાં થયો છે. અર્થશાસ્ત્રીઓ પણ આ સ્કેલને માપી શકતા નથી.

વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે હિન્દીમાં તેમના મન કી બાતનું હિન્દીમાં પ્રસારિત થયા પછી તરત જ ઓલ ઇન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરશે. ગયા મહિને મોદીએ તમામ સંસ્થાઓમાં મજબૂત વિદ્યાર્થીઓના નેટવર્ક પર ભાર મૂક્યો હતો અને સંસ્થાઓને વિદ્યાર્થીઓને જોડી રાખવા પગલા ભરવાની અપીલ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here