Tuesday, September 21, 2021
Homeહવામાન વિભાગની આગાહી : રાજ્યભર માં 24જાન્યુઆરીથી 10 થી 11 ડિગ્રી સુધી...
Array

હવામાન વિભાગની આગાહી : રાજ્યભર માં 24જાન્યુઆરીથી 10 થી 11 ડિગ્રી સુધી કાતિલ ઠંડીની શક્યતા.

પાકિસ્તાન અને ઇરાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસરથી 24 જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી11 ડિગ્રીની આસપાસ પહોંચતા કાતિલ ઠંડી પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, સોમવારે સાંજથી ઠંડા પવનોનું જોર વધતાં ઠંડીમાં વધારો થયો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, સોમવાર મોડીરાતથી લઇને મંગળવારે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતાં લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુતમ 12.3 ડિગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. આગામી બે-ચાર દિવસો દરમિયાન શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યા બાદ 24 જાન્યુઆરીથી ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હો‌વાથી કાતિલ ઠંડી પડવાની વકી છે. ઠંડા પવનોની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં વિસ્તારોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો નોંધાયો છે. જેમાં નલિયા-8.4, વડોદરા-14.8, ભાવનગર-15.3 અને સુરતમાં 18.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. તેમજ 24 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડીમાં વધારો થશે.

પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા

છેલ્લાં ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ, આગામી બે દિવસમાં પાકિસ્તાન અને ઇરાકની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરથી 24 જાન્યુઆરી બાદ ઠંડા પવનોની અસરથી એક અઠવાડિયા સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કે તેથી નીચે જતાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. – અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments