ચાંદની ચોકથી કૉંગ્રેસની ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર પર ઉઠાવ્યો હાથ

0
36

નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી( Delhi)માં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારી ખબર સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એક સમયે આમ આદમી પાર્ટીની કાર્યકર રહેલી અલકા લાંબાએ AAPના એક કાર્યકર પર હાથ ઉઠાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે AAPના કાર્યકરે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે અલકા લાંબા (Alka Lamba)એ તેના પર હાથ ઉઠાવ્યો હતો. આ વ્યક્તિની ઓળખ ધર્મેશ તરીકે કરવામાં આવી છે. જ્યારે AAPના નેતા સંજય સિંહનું કહેવું છે કે તેઓ આ અંગેની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરશે.

નોંધનીય છે કે અલકા લાંબા આ વખતે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેની સીધી લડત બીજેપીના નેતા સુમન કુમાર ગુપ્તા અને AAPના ઉમેદવાર પીએસ સાહની સાથે છે.

‘કેજરીવાલ ગુંડા મોકલી રહ્યા છે’ આ અંગે પ્રતિક્રિયા આપતા અલકા લાંબાએ જણાવ્યું કે, “અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી રહ્યા છે. તેમની પાર્ટી ચાંદની ચોક વિધાનસભા બેઠક હારી રહી હોવાથી તેઓ ગુંડાઓ મોકલી રહ્યા છે. જેમાં બીજેપી નેતાનો પુત્ર પણ છે. બંને રંગેહાથ પકડાયા છે. હું દિલ્હી પોલીસની પ્રશંસા કરું છું કે તેમણે બંનેની ધરપકડ કરી લીધી છે.”

કોણ છે અલકા લાંબા?

પૂર્વ આપ નેતા અલકા લાંબા (Alka Lamba) ઘર વાપસી પછી હવે ચાંદની ચોક બેઠક પરથી કૉંગ્રેસની ઉમેદવાર છે. ચાંદની ચોક (Chandni Chowk)ની ધારાસભ્ય રહી ચુકેલી અલકા લાંબા પહેલા કૉંગ્રેસમાં હતી, જે બાદમાં તે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગઈ હતી. હવે તે કૉંગ્રેસમાં પરત ફરી છે. અલકા લાંબાએ તેની રાજકીય કારકિર્દી 1994માં શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here