ચંદીગઢ : 25 વર્ષીય મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ આવે છે

0
5

ચંદીગઢમાં 25 વર્ષીય પરિણીત મહિલાનાં રેર મેડિકલ કેસને લીધે ડૉક્ટર પણ ગૂંચવણમાં પડી ગયા. આ મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હતાં. જી હા, આ વાત સાંભળતા માનવામાં આવે તેવી નથી, પણ ચંડીગઢની મહિલામાં આ રેર કન્ડિશન જોવા મળી હતી. આંખમાં બ્લડનાં આંસુ જોતા મહિલા ગભરાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. જો કે તેને શરીરમાં બીજે ક્યાંય દુખાવો થતો નહોતો. પણ આંખમાંથી લોહીનાં આંસુ બે વખત પીરિયડ્સ દરમિયાન વહ્યા હતા. આ કેસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયો છે.

આંખનાં રિપોર્ટ નોર્મલ આવ્યા

શરૂઆતમાં આ મહિલાને પીરિયડ્સ અને આંસુ વચ્ચેનું કોઈ કનેક્શન ના સમજાયું. તેણે આંખોનું ચેકિંગ કરાવ્યું, પણ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા.તેને આંખમાં કોઈ ઇજા નહોતી થઇ કે પછી તેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ આવો કોઈ રેકોર્ડ નથી. આ કેસ મહિલાને તો સમજાયો નહિ, પણ ડૉક્ટરે તેનું કારણ શોધી લીધું.

બે વખતે પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ આવ્યાં

બે વખતે પીરિયડ્સ દરમિયાન આંખમાંથી લોહીનાં આંસુ આવ્યાં

શરીરનાં અનેક ભાગમાંથી બ્લીડિંગ થાય છે

જ્યારે જ્યારે મહિલાની આંખમાંથી આંસુની ધાર લોહીમાં ફેરવાઈ ગઈ હતી ત્યારે તે માસિકધર્મમાં હતી. તેની રેર કન્ડિશન ‘ઓક્યુલર વિકેરિયસ પીરિયડ્સ’ છે. આ કન્ડિશનમાં હોઠ, આંખ, ફેફસાં, પેટ અને નાકમાંથી પણ બ્લીડિંગ થાય છે.

મહિલાને સારવાર દરમિયાન ગર્ભનિરોધક દવા આપવામાં આવી હતી. ત્રણ મહિનાથી તેને પીરિયડ્સ દરમિયાન કોઈ તકલીફ થતી નથી અને હાલ તે એકદમ સ્વસ્થ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here