ચંદીગઢ : 16 મહિનાની બાળકીનું બ્રેઈન ટ્યૂમર નાકમાંથી કાઢવામાં આવ્યું, ટાર્ગેટ સુધી પહોંચવામાં ત્રણ કલાક લાગ્યા

0
4

ચંદીગઢ PGIના ડોક્ટરોએ ઉતરાખંડની 16 મહીનાની બાળકી અમાયરાની બ્રેન ટ્યૂમર નાકમાંથી કાઢી છે. આટલી ઓછી ઉંમરના દર્દી પર આ પ્રકારની સર્જરી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ સર્જરી છે. ટ્યુમર ત્રણ સેન્ટીમીટરની હતી. તે દર્દીની ઉંમરના હિસાબથી ઘણી મોટી છે. 2019માં સ્ટેનફોર્ડમાં 2 વર્ષના બાળક ઉપર આ પ્રકારની સર્જરી થઈ હતી.

6 જાન્યુઆરીએ ટીમે 6 કલાક સર્જરી કરીને આ ટ્યૂમર કાઢી હતી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને શુક્રવારે ડિસ્ચાર્જ કરવામાં આવનાર છે. અમાયરા મૂળ હરિદ્વારાની રહેનારી છે. દેખાતું ન હોવાની ફરિયાદની સાથે આ બાળકીને PGIને રીફર કરવામાં આવી હતી.

અમાયરાના પિતાએ જણાવ્યું- ફ્રીમાં થઈ સર્જરી

અમાયરાના પિતા કુર્બાન અલી કપડાની દુકાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે વાત 20 ડિસેમ્બરની છે. સાંજે 4 વાગ્યે અમાયરા સૂઈને ઉઠી. માં ગુલનારે તેને ખોળામાં લીધી અને ચિપ્સ ખવડાવવાની કોશિશ કરી હતી. ચિપ્સ પકડવાની કોશિશમાં તે આમતેમ હાથ મારવા લાગી. ત્યારે શક ગયો કે બાળકીને કદાચ યોગ્ય રીતે દેખાઈ રહ્યું નથી. હરિદ્વારાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સીટી સ્કેન અને પછીથી MRI કરાવ્યું. તેમાં ટ્યૂમરનો ખ્યાલ આવ્યો. તેને PGI ચંદીગઢ રીફર કરવામાં આવી.

અમે 23 ડિસેમ્બરે જ PGI આવી ગયા. અહીં ડોક્ટરોએ કહ્યું કે સર્જરી જ તેનો ઉપાય છે અને તે પણ નાકમાંથી કરવી પડશે. મેં કહયું- ડોક્ટર સાહેબ જે કરવું હોય તે કરો, મારી છોકરીની સાજી કરી દો. ઓપરેશન પછી હવે અમાયરાને દેખાવવા લાગ્યું છે. મારી પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હતું. દવાઓ અને નાના-મોટા ખર્ચ સિવાય સમગ્ર સર્જરી ફ્રીમાં થઈ ગઈ છે.

સામાન્ય રીતે ટ્યૂમરની ઓપન સર્જરી થાય છે અને બાકીનો ભાગ રેડીએશન થેરેપીથી કાઢવામાં આવે છે.

સામાન્ય રીતે ટ્યૂમરની ઓપન સર્જરી થાય છે અને બાકીનો ભાગ રેડીએશન થેરેપીથી કાઢવામાં આવે છે.

હીરાની ડ્રિલથી બીજો રસ્તો બનાવ્યોઃ ડો.રિજુનિતા ગુપ્તા

સર્જરીની એક રાત પહેલા જ હું વિચારી રહી હતી કે આ પ્રોસેસ કઈ રીતે પુરી કરવામાં આવે. બાળકી માટે ખાસ પ્રકારના નાના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2.7 મિલીમીટરના પીડિયાટ્રિક એન્ડોસ્કોપનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. માઈક્રો ઈયર સર્જરી ઈન્સ્ટ્રુુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પડકાર એ હતો કે બાળકીના નશકોરા 5-6 મિલીમીટર હતા અને ઘણા ઉપકરણ એક સાથે ઉપયોગ થવાના હતા. બ્રેન ફ્લૂઈડ(મગજનું પાણી) બહાર આવવાનો પણ ખતરો હતો. તેના માટે નેજો પેપ્ટલ ફ્લેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને આટલા નાના બાળકના નાકની અંદર લઈ જવા અને રિપેર કરવા સરળ ન હતા. સાઈનસ ડેવલોપ થયું ન હતું, જોકે હીરાની ડ્રીલથી બીજો રસ્તો બનાવ્યો.

નેવિગેશનની પણ જરૂરિયાત હતી કારણ કે થોડી બેદરકારીથી બ્રેનની વેસલ્સને નુકસાન થવાની શકયતા હતી. કમ્પ્યુટરની મદદથી સતત જોતા રહ્યાં કે વેસલ્સને નુકસાન ન પહોંચે. જ્યાં સુધી ત્યાં ન પહોંચ્યા ત્યાં સુધી ન્યુરો સર્જને આગળનું કામ સંભાળ્યું. પછીથી રીકન્સ્ટ્રક્શન સર્જરી મલ્ટીલેયર્ડ ટેક્નિકથી કરવામાં આવી.

ત્રણ કલાક તો ટાર્ગેટ સુધી પહોંચવામાં લાગ્યાઃ ડો.દંડપાણિ એસએસ

બાળકીના બ્રેનના નીચેના ભાગમાં ત્રણ સેન્ટીમીટરની ટ્યુમર હતી. ડોક્ટરની ભાષામાં તેને ક્રેનિયોફ્રેનિંજિયોમાં કહે છે. જો સ્કલ જોઈને કદાચ સર્જરી કરવામાં આવી હોત તો ભવિષ્યમાં મુશ્કેલી થાત, આ કારણે નાક દ્વારા સર્જરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

6 જાન્યુઆરીની સવારે 7.30 વાગ્યે બાળકીને ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવી. તેને એનેસ્થીસિયાનો ડોઝ આપવામાં આવ્યો. સ્કલને નેવિગેશન દ્વારા કમ્પ્યુટર સાથે જોડવામાં આવી.

સવારે 9 વાગ્યે ઓપરેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. નાકમાંથી બ્રેન સુધી પહોંચવા માટે ડ્રીલ કરવામાં આવ્યું. કમ્પ્યુટર ટાર્ગેટ સુધી પહોંચવાનો રસ્તો બતાવી રહ્યું હતું. આટલી નાની બાળકીના હાડકાઓ મેચ્યોર હોતા નથી અને નસો ખૂબ જ નાની હોય છે, એવામાં ટાર્ગેટ સુધી પહોંચવામાં ત્રણ કલાક લાગ્યા.

બપોરે 12 વાગ્યા સુધીમાં અમે ટ્યુમરના નાના-નાના ટુકડા કર્યા અને નાકના રસ્તેથી બહાર કાઢી. તેમાં પણ ત્રણ કલાકનો સમય લાગ્યો. પછી HD એન્ડોસ્કોપીથી અંદર જઈન જોયું તો બધુ બરાબર હતું. અડધા કલાક પછી બાળકીને ભાન આવ્યું.