Sunday, November 28, 2021
Homeઅમદાવાદ : ચાંદલોડિયા-સોલાના માથાભારે ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની તલવારના ઘા મારી...
Array

અમદાવાદ : ચાંદલોડિયા-સોલાના માથાભારે ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની તલવારના ઘા મારી હત્યા.

સોલા, નારણપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં લોકોને ઘરમાં ઘુસી અને મારામારી, તલવાર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ સહિતના ગુનાઓ કરનાર કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની જિંદગીનો અંત પણ એવી જ રીતે આવ્યો છે. પ્રદીપની સાથે ઘરમાં એક યુવતી સહિત ત્રણ લોકો હાજર હતા તેમને આરોપીઓએ રસોડામાં પૂરી દીધા હતા. બાદમાં પ્રદીપના બનેવી અને તેના સાગરિતોએ ઘરમાં ઘૂસી તલવાર, ધોકા અને હથિયાર વડે માર માર્યો હતો. ઘરમાં માર મારી તેને બહાર રોડ પર લાવ્યા હતા ત્યાં પણ મૃત્યુ ન પામ્યો ત્યાં સુધી માર માર્યો હતો બાદમાં ત્યાં ફેંકી જતા રહ્યાં હતાં.

ઘટનાસ્થળની તસવીર.
ઘટનાસ્થળની તસવીર.

 

પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી

વહેલી સવારે 5થી 6 આસપાસ અનિશ સાગરીતો સાથે મળીને ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘાથી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સોલા પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી લીધી, જ્યારે બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.

પ્રદીપ ઉર્ફે માયા ડોનનું ઘર.
પ્રદીપ ઉર્ફે માયા ડોનનું ઘર.

 

બનેવી સાથે માથાકૂટ થઈ હતી

લોકોના ઘરમાં ઘુસી મારામારી, અપહરણ, ખંડણી ઉઘરાવવા જેવા 15 જેટલા ગુના આચરનાર પ્રદીપ ઉર્ફે માયા ડોને જે પોતે અન્ય સાથે કરતો હતો તેવી જ રીતે તેની જ હત્યા થઈ જશે તેવું નહીં વિચાર્યું હોય. ખુદ તેના જ બનેવીએ તેને ઢોરની જેમ માર મારી પતાવી દીધો હતો. મોડી રાતે પ્રદીપના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા ઘરે મિત્ર અક્ષય ભરવાડ, વિશ્વજીત ગોસ્વામી, પ્રદીપ અને તેની મિત્ર કાજલ નામની યુવતી હાજર હતા. ત્યારે તેના બનેવી અનિશ પાંડે તેના મિત્ર રાહુલ અને અન્ય મિત્રો સાથે પ્રદીપના ઘરે આવ્યા હતા. અગાઉના ઝઘડાની સમાધાનની વાત ચાલતી હતી. ત્યારે પ્રદીપે વિશ્વજીતને વીડિયો ઉતારવાનું કહ્યું હતું. પ્રદીપે તેના બનેવી અને મિત્રોને ગાળાગાળી કરી લાફા માર્યા હતા. બાદમાં તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં.

સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પુછપરછ હાથ ધરી
સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી પુછપરછ હાથ ધરી

 

ચાર લોકોએ પહેલા ઢોરમાર માર્યો પછી પતાવી દીધો

આ ઘટના બાદ વહેલી સવારે પ્રદીપ, અક્ષય અને વિશ્વજીત ઉપરના માળે સુતા હતા. તે વખતે ચાર લોકો હાથમાં તલવાર અને ધોકા લઈને આવ્યા હતા. વિશ્વજીતે દરવાજો ખોલતાં જોઈને પાછા ગયા હતા. વિશ્વજીતે પ્રદીપને કહ્યું કે, તું બહાર ન નીકળતો આ લોકો તારી ગેમ કરવા આવ્યા છે. જેથી પ્રદીપ આવેશમાં આવી નીચે ગયો અને નીચે જાળીનું લોક ખોલવા ગયો ત્યારે તલવારો લઈ તમામ લોકો અંદર ઓસરીમાં ઘુસી ગયા હતા. ત્યાંથી બારી તોડી રૂમમાં પ્રવેશ્યા હતા અને પ્રદીપને પકડી માર મારવા લાગ્યા હતા. જ્યારે ત્યાં હાજર પ્રદીપના મિત્રો છોડાવવા વચ્ચે પડ્યા તો તમારા સાથે કોઈ લેવા દેવા નથી. તમે જતા રહો કહી તેમને રસોડામાં બંધ કરી દીધા હતા. તમામ લોકોએ પ્રદીપને તલવાર, ધોકા વડે માર મારી ઢસડી રોડ પર લઈ ગયા હતા. ત્યાં તેને ફેંકી ફરાર થઈ ગયા હતા. ગમે તેમ કરી તેના મિત્રો બહાર આવ્યા હતા અને બહાર જોતા રોડ પર લાશ પડી હતી.

તાજેતરમાં જ માયાએ ફાર્મ હાઉસના માલિક જોડે 50 લાખની ખંડણી માગી હતી

આરોપી પ્રદીપ ઉર્ફે માયા ડોન સામે અપહરણ, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા 15 જેટલા ગુના સોલા સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. તાજેતરમાં જ વટવા વિસ્તારમાં પણ એક ફાર્મ હાઉસના માલિકને ફોન કરી રૂ. 50 લાખની ખંડણી માગી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments