ચંદ્રયાન-2 : 978 કરોડ રૂપિયાના મિશનની સફળતામાં L&T, ગોદરેજ જેવી કંપનીઓની મહત્વની ભૂમિકા

0
30

મુંબઈઃ ઈસરોના 978 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગમાં લાર્સન એન્ડ ટૂબ્રો અને ગોદરેજ જેવી ખાનગી કંપનીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ કંપનીઓએ હાર્ડવેર અને ટેસ્ટિંગ સોલ્યૂશન્સની સુવિધા પુરી પાડી હતી. આ કંપનીઓમાં અનંત ટેકનોલોજી, એમટીઆર ટેકનોલોજી, આઈનોક્સ ટેકનોલોજી, લક્ષ્મી મશીન વર્ક્સ, સેન્ટમ અવસરલા અને કર્ણાટક હાઈબ્રિડ પણ સામેલ છે.

L&Tએ ફ્લાઈટ હાર્ડવેર, સબ સિસ્ટમની વ્યવસ્થા પુરી પાડી

  • ગોદરેજ એરોસ્પેસના એક્ઝિક્યૂટીવ વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ એસએમ વૈધે જણાવ્યું કે ગોદરેજે GSLV MK-3ના લોન્ચર માટે એલ 110 એન્જિન અને સીઈ 20 એન્જિન, ઓર્બિટર-લેન્ડર માટે થસ્ટર્ન અને ડીએસએન એન્ટીના માટે કંપોનેન્ટ પુરા પાડ્યા હતા.
  • લાર્સન એન્ડ ટુબ્રોના ડિફેન્સ એન્ડ એલએન્ડટી-એનએક્સટી બિઝનેસના સિનીયર એક્ઝિક્યૂટીવ વાઈસ પ્રેસિડેન્ટ જે ડી પાટિલના જણાવ્યા પ્રમાણે, તેમની કંપનીએ ઘણા મહત્વના ફ્લાઈટ હાર્ડવેર, સબ સિસ્ટમ તૈયાર કરાવ્યા છે. GSLV MK-3ના એસ 200 સોલિડ બૂસ્ટર્સની પેર લાર્સન એન્ડ ટૂબ્રોના પવઈ એરોસ્પેસ વર્કશોપમાં બન્યા હતા. મેન્યુફેક્ચરિંગ સિવાય લાર્સન એન્ડ ટૂબ્રોએ એસ 200 સોલિડ બૂસ્ટર્સનું પ્રુફ પ્રેશર ટેસ્ટિંગ પણ કર્યું હતું.
  • સરકારી કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચંદ્રયાન-2 મિશન માટે સારી ગુણવત્તા વાળું સ્ટીલ સપ્લાઈ કર્યું હતું. ચંદ્રયાન-2 સોમવારે બપોરે 2 વાગે અને 43 મિનીટે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કર્યું હતું. લોન્ચિંગની 17 મિનીટ બાદ જ યાન સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચી ગયું હતું.
  • ભારતે 50 વર્ષ પહેલા પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો.1974ના પરમાણુ પરીક્ષણ બાદ પશ્વિમી દેશોએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદથી દેશે પોતાની ટેકનીક અને રોકેટને વિકસીત કરવા માટે ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. ઈસરોએ ત્યારથી જ ઈમ્પોર્ટ પર નિર્ભર રહેવાનું છોડી દીધું હતું. સાથે જ પ્રાઈવેટ સેક્ટરમાંથી આઉટસોર્સિંગના આધારે પોતાના કાર્યક્રમોની રૂપ રેખા નક્કી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here