દેશમાં બાયોમેટ્રિક આઇડી આધારને હવે 50000 રૂપિયાથી વધારે લેવડ-દેવડ અને બીજા કામમાં પણ ઉપયોગી કરી શકાશે.
એક અધિકારી અનુસાર, જે ટ્રાન્જેક્શન પહેલા PAN નંબર અનિવાર્ય હતો, ત્યાં આધાર સ્વીકારવા માટે બેંકો અને બીજી અન્ય સંસ્થાઓને પોતાની બેંકિંગ સિસ્ટમ અપગ્રેટ કરવાની રહેશે. નોંધનીય છે કે, આ પહેલા બજેટમાં ટેક્સપેયર્સની મુશ્કેલીઓને સરળ કરતા PANની જગ્યાએ આધાર દ્વારા RTI ફાઇલ કરવાની સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી.
120 કરોડથી વધારે લોકો પાસે છે PAN:
એક ટોચના અધિકારી અનુસાર, આજે દેશના 22 કરોડ લોકો પાસે PAN કાર્ડ્સ છે. જે આધારથી લિંક છે. જ્યારે દેશના 120 કરોડથી વધારે લોકો પાસે આધાર છે. ત્યારે જો કોઇ PAN ઇચ્છે છે. તો પહેલા આધારનો ઉપયોગ કરીને PAN બનાવવુ પડશે અને પછી PAN કાર્ડનો ઉપયોગ કરી શકશે. આધાર હોવાને કારણે એ ફાયદો થશે કે PAN બનાવવાની જરૂર નહી રહે. આ એક સારી સુવિધા છે. 50000 રૂપિયાથી વધારાની રકમ બેંક એકાઉન્ટમાંથી નીકળવા અથવા તો જમા કરાવવા પર PANની જગ્યાએ આધારનો ઉપયોગ કરવા કહ્યુ કે, ”ત્યારે તમે PANનો પણ ઉપયોગ કરી શકો છો. ”
કાળા ધનને રોકવા માટે કેશ ટ્રાન્જેક્શન જેવા હોટલ અથવા વિદેશ યાત્રાના બિલ જે 50000 રૂપિયાથી વધારે છે તેના માટે PAN અનિવાર્ય છે. આ સિવાય 10 લાખ રૂપિયાથી વધારે અચળ સંપત્તિ ખરીદવા પર PAN અનિવાર્ય છે. જ્યાં દરેક વ્યકિત માટે આધાર બાયોમેટ્રિક ડેટાથી લેસ છે, ત્યાં PANનો ઘણી વખત ખોટો ઉપયોગ અથવા તો PAN નંબરમાં છેતરપિંડીની ફરિયાદ મળી છે.
બંધ નહી થાય PAN:
PANના બંધ થઈ જવાના સવાલ પર પાંડેએ કહ્યું કે આવું નહીં થાય અને લોકોની પાસે PAN અથવા તો આધારના ઉપયોગ કરવાનો વિકલ્પ રહેશે. તેમણે કહ્યુ કે, કેટલાક લોકો છે જે 50000 રૂપિયાથી વધુની લેવડદેવડ માટે PANનું સુવિધાકારક નથી માનતા. આ માટે PAN અને આધાર બંને વિકલ્પ ચાલશે. જોકે એ વાત તો નક્કી છે જે દરેક PAN માટે એક આધાર કાર્ડ તો હજે જ.