Saturday, September 18, 2021
Homeપરિવર્તન : ધરતીની સ્થિતિ પર તાપમાન ઔદ્યોગિક ક્રાંતિના અગાઉના સમયથી 1.3 ડિગ્રી...
Array

પરિવર્તન : ધરતીની સ્થિતિ પર તાપમાન ઔદ્યોગિક ક્રાંતિના અગાઉના સમયથી 1.3 ડિગ્રી વધુ ગરમ

જુલાઈમાં દુનિયાના અલગ-અલગ ભાગમાં ઋતુની ભયાનક અસરો જોવા મળી રહી છે. ધરતીની આ સ્થિતિ એવા સમયે છે જ્યારે તાપમાન ઔદ્યોગિક ક્રાંતિના અગાઉના સમયથી 1.3 ડિગ્રી વધુ ગરમ છે. જો તાપમાન બે ડિગ્રી વધી ગયું તો 42 કરોડ વધુ લોકોએ પ્રચંડ ગરમીને સહન કરવી પડશે.

આર્કટિકમાં બરફ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. ત્રણ ડિગ્રી વધારાથી અકલ્પનીય વિનાશ આવશે. આગામી સદીમાં ભારત સહિત અનેક દેશોનું સરેરાશ તાપમાન 3.5થી 4.5 ડિગ્રી વધી જશે. દુનિયાની એક ચતુર્થાંશ વસતીએ વર્ષમાં એક મહિના સુધી દુષ્કાના પ્રકોપનો સામનો કરવો પડશે. તેના માટે પેરિસ જળવાયુ કરારમાં તાપમાનમાં માત્ર દોઢ ડિગ્રી વધારાનું લક્ષ્ય રખાયું છે.

ગ્રીન હાઉસ ગેસોના મુખ્ય ઉત્સર્જક અમેરિકાએ 2050 અનેચીને 2060 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું વચન આપ્યું છે. છતાં તેનાથી તાપમાનમાં વધારો 2 ડિગ્રી સુધીનો રહેશે. આ અનુમાનમાં એ નીતિઓ સામેલ છે, જેની જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ તેના પર અમલ થયો નથી. સંયુકત્ રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ – કેટના અનુસાર દુનિયામાં અત્યારે લાગુ નીતિઓથી તાપમાનમાં વધારો 2.9 ડિગ્રી સુધી આવી જશે. કેટ અને બીજા સમુહોની ગણતરી અનુસાર જો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાના લક્ષ્ય પૂરા કરાયા તો પણ તાપમાનમાં મહત્તમ 1.9થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની 68% સંભાવના છે.

તાપમાનમાં ત્રણ ડિગ્રીના વધારાના પરિણામ ચિંતાજનક રહેશે. સમુદ્ર અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગ ઓછા ગરમ રહેશે. બીજી તરફ ઉત્તર કેનેડા, સાઈબેરિયા, સ્કેન્ડિનેવિયા સહિત આર્કટિક ક્ષેત્રમાં ગરમીની સૌથી વધુ અસર થશે. વધુ વસતી ધરાવતા વિસ્તારોમાં સરેરાશથી વધુ તાપમાન રહેશે. એક અભ્યાસ મુજબ રશિયા, ચીન અને ભારતમાં સરેરાશ તાપમાન ક્રમશ: 4.5, 3.5થી 4.5 અને 3.5 ડિગ્રી વધી જશે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે.

આફ્રિકા, દક્ષિણ યુરોપ, અમેરિકા, મધ્ય અમેરિકામાં ભયાનગ ગરમીનો સમય દર બેથી પાંચ વર્ષે આવતો રહેશે, જે અત્યારે સો વર્ષમાં એક વખત આવે છે. ચીનમાં ચોખા અને રશિયામાં ઘઉંના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments