Wednesday, October 20, 2021
Homeસ્પોર્ટ્સટીમમાં ફેરફાર : BCCIએ આગામી વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલના સ્થાને શાર્દૂલની...

ટીમમાં ફેરફાર : BCCIએ આગામી વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલના સ્થાને શાર્દૂલની પસંદગી થઈ

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આગામી T-20 વર્લ્ડ કપ માટે ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમની મુખ્ય T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, જે પહેલાથી જ ટીમમાં છે. તેને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેવામાં હવે અક્ષરને સ્ટેન્ડ બાય ખેલાડીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ખરાબ હોવા છતા ટીમમાં સામેલ છે.

BCCIએ પંડ્યા પર વિશ્વાસ રાખ્યો
હાર્દિક પંડ્યાએ IPLના બીજા ફેઝમાં બોલિંગ કરી નહોતી. બેટિંગમાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તે માત્ર એક મેચમાં સારા ફોર્મમાં રહ્યો હતો, પરંતુ ત્યારપછી હાર્દિક આગામી ત્રણ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. તેણે IPLના બીજા ફેઝની 5 મેચમાં 75 રન કર્યા હતા.

આ ખેલાડીઓ પ્રેક્ટિસ કરાવશે
BCCIએ એવા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે જે IPL સમાપ્ત થયા બાદ ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ કરાવવા માટે UAEમાં રહેશે. આ ખેલાડીઓમાં આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમેન મેરીવાલા, વેંકટેશ અય્યર, કર્ણ શર્મા, શાહબાઝ અહેમદ અને કે.ગૌતમનો સમાવેશ થાય છે.

ICC T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (wk), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

સ્ટેન્ડ-બાય ખેલાડીઓ: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments