IPL કેન્સલ થતાં જ ‘ઈન્ડિયન આઈડલ 12’ની ટેલિકાસ્ટ સ્ટ્રેટજીમાં ફેરફાર

0
5

કોવિડના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (‌BCCI)એ તાજેતરમાં જ IPL સ્થગિત કરી દીધી છે. આ તકનો લાભ લેવા માટે સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’એ તરત પોતાની સ્ટ્રેટજીમાં ફેરફાર કર્યો છે. સાંભળવામાં આવ્યું છે કે, છેલ્લી ઘડીએ ચેનલે પોતાના એપિસોડ ટેલિકાસ્ટ સ્ટ્રેટજીમાં કેટલાક ફેરફાર કર્યા છે.

શો સાથે સંબંધિત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન આઈડલ વીકેન્ડ શો છે, આ દરમિયાન IPLની મોટી મેચ પણ હોય છે. તેમાં કોઈ શંકા નથી કે IPLથી શોની TRP પર ચોક્કસપણે અસર પડે છે. આ વાતને ધ્યાનમાં રાખતા ચેનલે આ સપ્તાહમાં 8 અને 9મેના રોજ બોયઝ Vs ગર્લ્સ સ્પેશિયલ એપિસોડ ટેલિકાસ્ટ થવાનો હતો. આ સ્પેશિયલ એપિસોડ માટે અનુ મલિક અને મનોજ મુંતશિરે જજ તરીકે શૂટિંગ પણ કર્યું હતું. જો કે, IPL રદ થવાના સમાચાર વાઈરલ થતા, ચેનલે આ એપિસોડને ટેલિકાસ્ટ થતો અટકાવી દીધો.

મેકર્સ હવે સ્પેશિયલ એપિસોડ કરશે ટેલિકાસ્ટ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડા અઠવાડિયા પહેલા લેજેન્ડરી સિંગર-કમ્પોઝર કિશોર કુમારનો સ્પેશિયલ એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કન્ટેસ્ટન્ટ્સ કિશોર કુમારના 100 ગીતો રજૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. પ્લાનિંગ પ્રમાણે, આ સ્પેશિયલ એપિસોડ IPL પૂરી થયા બાદ ટેલીકાસ્ટ થવાનો હતો. પરંતુ હવે આ એપિસોડ આ જ સપ્તાહમાં પ્રસારિત કરવામાં આવશે. મેકર્સ અને ચેનલને વિશ્વાસ છે કે કિશોર કુમારનો સ્પેશિયલ એપિસોડ ઓડિયન્સને એન્ટરટેન કરવામાં સફળ રહેશે અને શોની TRP વધશે.

વિશાલ દદલાનીએ થોડા સમય માટે શોમાંથી બ્રેક લીધો
કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડમાં અનુ મલિક અને નેહા કક્ક્ડ એક વખત ફરીથી સાથે શોને જજ કરતાં જોવા મળશે. ગત સિઝનમાં અનુ મલિકની જગ્યા હિમેશ રેશમિયાને રિપ્લેસ કરવામાં આવ્યો હતો, તે પણ આ એપિસોડનો ભાગ રહેશે. તેમજ જજ વિશાલ દદલાનીએ થોડા સમય માટે શોમાંથી બ્રેક લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here