બદલાવ : હવે ટ્રેનમાં સીટ માટે નહીં થાય ઝઘડો, થશે બાયોમેટ્રિક એન્ટ્રી

0
29

ટ્રેનોમાં જનરલ ડબ્બામાં ચઢવા માટે યાત્રીઓમાં મારામારી થાય છે. સીટના ચક્કરમાં ટ્રેન ઉપડવાના કલાકો પહેલાથી જ યાત્રી પ્લેટફોર્મ પર આવીને ઊભા રહે છે. એવામાં ભીડ પ્રબંધન માટે આરપીએફ તરફથી અજમાવાયેલી બાયોમેટ્રિક સિસ્ટમ સફળ રહી છે. પુષ્પકમાં પહેલા આવો પહેલા મેળવોના આધાર પર સીટો આપતી આ વ્યવસ્થા અન્ય ટ્રેનોમાં પણ લાગૂ કરવાની તૈયારીમાં છે.

પુષ્પક એક્સપ્રેસ બાદ હવે અન્ય ટ્રેનોમાંના જનરલ ડબ્બાામાં પણ સવાર થનારી ધક્કામુક્કી અને મારપીટની નૌબત ખતમ થનારી છે. પહેલા આવો પહેલા મેળવોના આધાર પર સીટ મળશે. એના માટે રેલવે સુરક્ષા બળ (RPF) એ ખાસ પહેલ કરી છે. મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસથી લખનઉ માટે ચાલતી પુષ્પક એક્સપ્રેસમાં બાયોમેટ્રિક સિસ્ટમનો ટ્રાયલ સફળ રહ્યો. ત્યારબાદ ધીરે ધીરે હવે અન્ય ટ્રેૉનોમાં પણ આ ઉપાયને લાગૂ કરીને ભીડ પ્રબંધનની તૈયારી છે.

સિસ્ટમ લાગૂ થવાથી બાયોમેટ્રિક મશીનથી પસાર થયા બાદ જ યાત્રી કોચમાં મુસાફરી કરી શકશે. રેલ મંત્રી પીયૂષ ગોયલના નિર્દશમાં સામાન્ય રેલ મંત્રીઓની તકલીફોને દૂર કરવાને લઇને આરપીએફ તરફથી કરવામાં આવેલી પહેલ સ્ટેશનો પર યાત્રીઓની ભીડ સંભાળવામાં ખૂબ મદદગાર માનવામાં આવી રહી છે.

પુષ્પક એક્સપ્રેસમાં છેલ્લા ચાર મહિનાથી જારી ટ્રાયલ સફળ રહ્યો છે. હવે જરૂરીયાત હિસાબથી એ તમામ ટ્રેનોના જનરલ કોચમાં યોત્રીઓના પ્રવેશ માટે બાયોમેટ્રિક સુવિધા લાગૂ કરવાની તૈયારી છે. જેમાં ભારે ભીડના કારણે ઉપદ્રવની સ્થિતિ થઇ જતી હતી. બાયોમેટ્રિક સુવિધા થવાથી ટ્રેનોની સીટ પર કબ્જા માટે યાત્રીઓની વચ્ચે મારપીટની નૌબત આવશે નહીં.

વાસ્તવમાં દિલ્હી, મુંબઇ વગેરે સ્ટેશનો પર યાત્રીઓની ખૂબ ભીડ રહે છે. મોટી સંખ્યામાં લોકો અનારક્ષિત એટલે કે જનરલ ડબ્બામાં સફર કરે છે. જનરલ ડબ્બામાં ચઢવા માટે યાત્રીઓમાં મારામારી થાય છે.

આરોપ લાગતો રહે છે કે સ્ટેશનો પર કુલી અને સીઆરપીએફના કેટલાક સિપાહી પૈસા લઇને જનરલ કોચની સીટો વેચી નાંખે છે. જે એમને પૈસા ચુકવે છે એ જ લોકો કોચમાં ચઢી શકે છે.

કેવી રીતે કામ કરે છે બાયોમેટ્રિક સિસ્ટમ
જ્યારે તમે સ્ટેશન પર પહોંચશો તો સંબંધિત ટ્રેનોમાં મુસાફરી કરવા માટે તમારે બાયોમેટ્રિક સિસ્ટમથી પસાર થવું પડશે. તમાર મશીનમાં આંગળી મૂકીને ફિંગર પ્રિન્ટ આપવી પડશે. ફિંગર પ્રિન્ટ આપ્યા બાદ બોગીમાં તમારા માટે સીટ રિઝર્વ થઇ જશે. ત્યારબાદ તમે ચિંતા મુક્ત થઇ શકો છો. તમારે પ્લેટફોર્મ પર ઊભા રહેવાની જરૂર નથી. જ્યારે ટ્રેનનો સમય થાય, ત્યારે તમે જગ્યા પર પહોંચીને અને ફરીથી તમાપી ફિંગર પ્રિન્ટ કરાવવા પર તમારે આરપીએફ તરફથી કોચમાં એન્ટ્રી મળી જશે.

બોગીની જેટલી ક્ષમતા હશે , એટલું જ મશીન ફિંગર પ્રિન્ટ લેશે. આ પ્રકારે પહેલા આવો પહેલા મેળવો ના આધાર પર લોકોને સરળતાથી ટ્વિટ મળી જશે. એમની સીટ માટે મારામારી કરવાની જરૂર પડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here