Facebook પર આજે જ બદલી દો આ Setting, નહીં તો તમારા ડેટાને થઈ શકે છે મોટું નુકસાન

0
0

Facebookનો ઉપયોગ દુનિયામાં કરોડો લોકો કરી રહ્યા છે. કોરોના કાળમાં સોશ્યિલ મીડિયાની મદદથી પરિવાર અને મિત્રો સાથે જોડાઈ રહેવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. લોકડાઉન અને કોરોના વાયરસને સમયે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને મોટાભાગના કામ ઓનલાઈન થઈ રહ્યા છે. એવામાં ડેટા લીક અને હેકિંગના ન્યૂઝમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને જોતાં યૂઝર્સના મનમાં થોડો ડર બેસી ગયો છે. આજે અમે આપને એેવા સેટિંગ્સ જણાવી રહ્યા છે જેને કરી લેવાથી તમારો પ્રાઈવેટ ડેટા સેફ રહેશે.

  • ફેસબુકમાં આજે જ કરી લો આ સેટિંગ્સ
  • હેકિંગના ખતરાથી બચશે તમારું એકાઉન્ટ
  • સોશ્યિલ મીડિયા પર પ્રાઈવેટ ડેટા રહેશે સેફ

ફેસબુક ડેટાને મેનેજ કરો

ફેસબુક પર પ્રાઈવસી શોર્ટકટ જણાવે છે કે તમે અહીં કેવી રીતે તમારા ડેટાને કંટ્રોલ કરી શકો છો. આ શોર્ટકટ તમે સેટિંગ્સમાં જઈને પ્રાઈવસી મેન્યૂમાં મેળવી શકો છો. અહીં ટેપ કરીને તમે અલગ અલગ પ્રકારના ડેટાને કંટ્રોલ કરી શકો છો. આ એડવાન્સ કંટ્રોલ ઓપ્શનની મદદથી યૂઝર નક્કી કરી શકે છે કે ફેસબહુક ક્યાં અને કેવી રીતે ડેટાનો ઉપયોગ કરશે. યૂઝર્સ પોતાના લોકેશન ડેટાને મેનેજ કરવાની સાથે ફેસબુક પર અપલોડ કરનારા શોર્ટકટ્સ, ફેસ રેકગ્નાઈઝેશન સેટિંગ, એડ પ્રફરન્સ જેવી ચીજોને મેનેજ કરી શકાય છે.

લોગઈન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન

પાસવર્ડ સિવાય ફેસબુકમાં ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશનની સુવિધા પણ છે. જેના કારણે જો કોઈ તમારા એકાઉન્ટથી લોગઈન કરવાની કોશિશ કરશે તો તમારા નંબર પર એક કોડ આવશે. જેને એન્ટર કર્યા વિના લોગઈન કરી શકાશે નહીં. આ માટે કોઈ પણ જાણકારી વિના તમારી જાણ બહારની વ્યક્તિ લોગઈન કરી શકશે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here