બુધનું રાશિ પરિવર્તન : આ ગ્રહની ચાલ બદલાવાથી શેરબજારમાં તેજીના યોગ રહેશે : 5 રાશિઓ માટે સમય શુભ.

0
0

સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ બુધ રાશિ બદલીને મકરમાં આવી ગયો છે. જે 25 જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે, આ ગ્રહ સંવાદ, સંચાર અને બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધના શુભ પ્રભાવથી ધન, માન-સન્માન અને વૈભવ પણ મળે છે. આ ગ્રહ વેપાર, વાણિજ્ય, કોમર્સ, બેકિંગ, મોબાઇલ, નેટવર્કિંગ અને કમ્પ્યુટર સાથે જોડાયેલાં ક્ષેત્રોને પ્રભાવિત કરે છે. આ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી મેષ, વૃષભ, કન્યા અને સિંહ રાશિના લોકોને લેવડ-દેવડમાં અને રોકાણમાં ફાયદો થઇ શકે છે. આ સિવાય થોડા લોકો માટે સમય સામાન્ય રહેશે નહીં.

અસર : બુધના રાશિ પરિવર્તનથી લોકોમા રચનાત્મકતા વધશે. શેરબજારમાં તેજી આવશે. બજારમાં ખરીદદારી વધી શકે છે. બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રહેશે. લેવડ-દેવડ અને રોકાણમાં અનેક લોકોને ફાયદો મળી શકે છે. નોકરિયાત લોકો કામકાજ સાથે જોડાયેલી નવી યોજનાઓ બનાવી શકે છે અને તેના ઉપર કામ પણ શરૂ થઇ શકે છે.

5 રાશિઓ માટે બુધનું રાશિ પરિવર્તન શુભ રહેશે.

મેષઃ– બિઝનેસ અને નોકરીમાં સફળતાના યોગ બની રહ્યા છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. સામાજિક પદ પ્રતિષ્ઠા વધશે

વૃષભઃ– નોકરીમાં કિસ્મતનો સાથ મળશે. ધનલાભના યોગ છે. યોજનાઓ સફળ રહેશે.

સિંહઃ– આત્મવિશ્વાસ વધશે. દુશ્મનો ઉપર વિજય મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. દૂર સ્થાનથી કોઇ સારા સમાચાર મળી શકે છે.

કન્યાઃ– શિક્ષણ પ્રતિયોગિતામાં સફળતા મળી શકે છે. પ્રેમ લગ્ન કરવા માટે સમય અનુકૂળ છે.

મીનઃ– પ્રોપર્ટી અને રોજિંદા કાર્યોમાં ફાયદો થઇ શકે છે. આવકના સોર્સ વધશે. અટવાયલું ધન મળવાના યોગ છે. શેરબજારમાં ફાયદો મળી શકે છે.

5 રાશિઓ માટે મિશ્રિત સમય.

કર્કઃ- રોજિંદા કાર્યોમાં મહેનત વધશે પરંતુ ફાયદો પણ થશે. સ્વાસ્થ્યને લગતો ઉતાર-ચઢાવ આવી શકે છે.

તુલાઃ– સુખ વધશે. પરંતુ માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. યાત્રાઓમાં સાવધાની રાખો. પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં સફળતા મળવાના યોગ છે.

વૃશ્ચિકઃ– જે નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. નોકરી અને બિઝનેસને લગતી યાત્રા થવાના યોગ બનશે. ભાઈ-બહેન કે મિત્ર સાથે વિવાદ થવાની સંભાવના છે.

ધનઃ– ધન લાભ તો થશે, પરંતુ ખર્ચ પણ રહેશે. સમજી-વિચારીને બોલવું. રહસ્યની વાત જાહેર થઇ શકે છે.

મકરઃ– રોજિંદા કાર્યોમાં સફળતા તો મળશે, પરંતુ મુશ્કેલીઓ પણ વધતી જશે. નોકરિયાત લોકોએ સમજી-વિચારીને નિર્ણય લેવા પડશે.

મિથુન અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું.

મિથુનઃ– કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થઇ શકો છો. સમજી-વિચારીને બોલવું અને સાવધાનીથી કોઇપણ નિર્ણય લેવો.

કુંભઃ– ખર્ચ વધશે. બચત પૂર્ણ થઇ શકે છે. યોજનાઓ અધૂરી રહેશે. કામકાજને લઇને તણાવ રહેશે. ભાગદોડ પણ રહેશે. પ્રોપર્ટીને લગતાં નિર્ણયોમાં સાવધાની રાખવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here