વડોદરા,મુજમહુડા શિવાજી સર્કલ પાસે સાંજે કાર લઇને જતા સિનિયર સિટિઝનને અચાનક ગભરામણ થતા તેમણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને સાધારણ ઇજા થઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાસણા રોડ પર રહેતા ૭૫ વર્ષના રૃસ્તમભાઇ ડાભો આજે સાંજે કાર લઇને કામ માટે નીકળ્યા હતા. મુજમહુડા શિવાજી સર્કલ પાસે અચાનક તેઓને ગભરામણ થતા તેમણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. રોડની સાઇડ પર પાર્ક કરેલા બે બૂલેટ, એક બાઇક અન ે રોડ પર જતા એક મોપેડને ટક્કર વાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ઉભી રહી ગઇ હતી. કાર ચાલક રૃસ્તમભાઇને છાતીમાં દુખાવો થતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ટુ વ્હીલર સવાર મહિલા ખુશબૂ શેખને પણ ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે.પી.રોડ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.