સુરત : પલસાણાના બલેશ્વર ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવક પર ચપ્પુથી હુમલો.

0
5

પલસાણાના બલેશ્વર ગામમાં એક યુવક પર ચપ્પુથી હુમલો થયો હતો. જેથી તેને પેટમાં ચપ્પુ સાથે સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબિબોએ તેની સારવાર શરૂ કરી છે. પ્રેમ પ્રકરણમાં સમગ્ર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત યુવકે કહ્યું હતું કે, બે યુવકોએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો.

પરણિત પ્રેમિકાના પ્રેમમાં ચપ્પુ ઘુસ્યુ

પલસાણાના બલેશ્વર ગામના એક મકાનના બાથરૂમમાંથી દિપક રજક (ઉ.વ.આ. 25)ના પેટમાં ચપ્પુ ઘુસાડેલી હાલતમાં હતો. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે ચપ્પુ સાથે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવક અંગે કોલ કરનારે જણાવ્યું હતું કે, પ્રેમ પ્રકરણમાં જાતે જ ચપ્પુ મારી યુવકે આપઘાતની કોશિષ કરી હતી. જે યુવતી સાથે પ્રેમ કરતો હતો એ યુવતીના લગ્ન બાદ પણ આ યુવક તેને હેરાન કરતો હતો.પરણિત પ્રેમિકાના પ્રેમમાં યુવકે આપઘાતનો પ્રયાસ હોવાની વાત તેણે કરી હતી.

યુવક ત્રાસ આપતો હતો

આજ દિન સુધીમાં પ્રેમિકાના પરિવારે પાગલ યુવકના ત્રાસ થી 6-7 મકાન બદલ્યા હશે.પરણિત પ્રેમિકાએ દરવાજો ન ખોલતાં યુવકે આવું કર્યું હોવાની વાત કોલરે કરતાં કહ્યું કે, યુવક પલસાણાની એક કંપનીમાં કામ કરે છે અને ભાડાના મકાનમાં રહે છે. જોકે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવકે કહ્યું કે,તેના ઉપર બે યુવકોએ હુમલો કર્યો હતો. જેને લઈ પલસાણા પોલીસે હુમલાખોરોના નામ બહાર આવતા એમની અટક કરી પૂછપરછ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here