સુરત : ડભોલી ખાતે ડોક્ટર પાસેથી રૂપિયાની માંગણી કરી ચપ્પુનો ઘા મરાયો, ગળું કપાતા હાલત ગંભીર

0
4

શહેરના ડભોલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર પર આજે અજાણ્યાએ ચપ્પુથી હુમલો કર્યો હતો. રૂપિયાની માંગણી કરી કરાયેલા હુમલામાં ચપ્પુનો ઘા ગળા પર માર્યો હતો. જેના કારણે ગળું કપાતા હાલત ગંભીર છે.

ડોક્ટરનું ગળું કપાતા જમીન પર ઢળી પડ્યો

મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં અજય મોરડિયા (ઉ.વ.30) પરિવાર સાથે રહે છે અને ડભોલી વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે. આજે ડોક્ટર પાસે અજાણ્યાએ રૂપિયાની માંગણી કરી ચપ્પુ ગળે મૂકી દીધું હતું. ત્યારબાદ ગળા પર ચપ્પુનો એક ઘા મારી દીધો હતો. જેથી ડોક્ટરનું ગળું કપાતા જમીન પર ઢળી પડ્યો હતો. રાહદારીએ 108ને જાણ કરતા સાયણ લોકેશનનની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ગંભીર હાલતમાં ડોક્ટરને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here